Home Exclusive ભાગેડુઓ ભરણા માટે તૈયાર, તો મોદી સરકાર કેમ ઉદ્દાશીન : સુપ્રિમ કોર્ટ

ભાગેડુઓ ભરણા માટે તૈયાર, તો મોદી સરકાર કેમ ઉદ્દાશીન : સુપ્રિમ કોર્ટ

માલીયા, મોદ, સંધવી

Face Of Nation, 03-02-2022 : દેશને અબજો-કરોડોનો ચૂનો લગાવી છનનન થઇ ગયેલા દેશના કહેવાતા મોટા ઉધોગપતિઓ પાસેથી પૈસા વસુલી મામલે સુપ્રિમ કોર્ટ ભારતની મોદી સરકારની કાર્ય પધ્ધતિથી નાખુશ હોવાનું સામે આવ્યું છે. સુપ્રિમ કોર્ટ દ્રારા સરકારને સીધો સવાલ કરવામાં આવ્યો છે કે જ્યારે દેશમાંથી ભાગી બીજા દેશમાં અસરો લઇ રહેલા ડિફોલ્ટરો બેન્કોના નાણા ચૂકવવા તૈયાર છે, તો સરકાર કેમ આ દિશામાં કશું કરતી નથી ?

સુપ્રિમ કોર્ટ દ્રારા સરકારનાં ટાઇમ પાસ અને પૈસાનાં બગાડ કરતા વલણ સામે લાલ આંખ કરી સીધુ જ પૂછવામાં આવ્યું છે કે, સરકાર આમ પણ આ ડિફોલ્ટરોના પ્રત્યાર્પણ અને લોન રિકવરી પાછળ કિંમતી સમય અને કરોડો રૂપિયા વેડફી રહી છે, તેના બદલે જો લોનની ચૂકવણીની ઓફર કેમ સ્વીકારી લેતી નથી. બધે જ ડીલ કરતી સરકાર ડીફોલ્ટરો સાથે કેમ ડીલ કરી શકતી નથી. ભાગેડુઓ હાલ જેટલુ ભરણું કરેવા તૈયાર છે કે જેટલુ ભરણું કરી શકે છે તે બાકી લેણા લઈને કેસ સુલટાવવા સુપ્રિમે લેણદારો અને કેન્દ્ર સરકારને હાકલ કરી છે.

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછયું હતું કે જો વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ ઉદ્યોગપતિઓ તેમના બાકી દેવા પરત કરવા તૈયાર છે તો શા માટે તેમને ભારત પાછા ન લાવવા  અને તેમની વિરૂદ્ધ ચાલી રહેલ તમામ ગુનાહિત કેસ પરત ખેંચવા ન જોઈએ ? સુપ્રિમ કોર્ટે આ અંગે

સુપ્રિમ કોર્ટેના જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરે કેન્દ્ર સરકાર, લેણદાર બેંકો અને અન્ય પક્ષકારોને વિચારણા કરવા જણાવ્યું છે કે બેંકો સાથે હજારો કરોડોની છેતરપિંડી કરીને વિદેશ નાસી છુટેલા ડઝનબંધ ઉદ્યોગપતિઓ સામે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનેક કેસો ચલાવી રહી છે અને તેમને પરત લાવવા માટે વર્ષોથી સખત મહેનત કરી રહી છે. પરંતુ ફક્ત તેમના પાછા આવવાથી પણ બાકીની રિકવરીની કોઈ ૧૦૦% ગેરન્ટી નથી.

ઉપરોક્ત સ્થિતિમાં જો આ ઉદ્યોગપતિઓ જેટલા હાલ કરી શકે છે તેટલા બેંકોના પૈસા પરત કરવા તૈયાર હોય તો પૈસા પાછા લઈને તેમની સામેના તમામ કેસ કેમ પાછા ખેંચી ન લેવા.

આપને જણાવી દઇએ કે, સુપ્રિમ કોર્ટ સ્ટર્લિંગ ગ્રુપના હેમંત હાથી સામેના કેસની સુનાવણી કરી રહી હતી. હાથી પર 14500 કરોડની છેતરપિંડીનો આરોપ છે. આ કેસના તમામ આરોપીઓ ભારતમાંથી ફરાર છે અને વિદેશમાં રહે છે. હેમંત હાથીએ પોતાના વકીલ મારફત કહ્યું કે તેઓ પૈસા પરત કરવા તૈયાર છે. જોકે તેમને સરકાર અને ન્યાયતંત્ર પાસેથી ખાતરીની જરૂર છે કે તે ભારત પરત ફરશે ત્યારે તેની સામેના તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે અને તેને હેરાન કરવામાં આવશે નહીં.

હાથીએ કહ્યું કે તેમની પાસે બેંકોના લગભગ 1500 કરોડ દેવાના છે. આમા 600 કરોડ પાછા ચૂકવી દીધા છે. આવી સ્થિતિમાં તે બેંકોને બીજા 900 કરોડ પરત કરવા તૈયાર છે ત્યારે આવી રહેલા પૈસાને લઇને સુપ્રિમ કોર્ટની સયુક્ત બેન્ચ દ્વારા આ મામલે સારકારને આ સવાલ કરવમાં આવ્યો છે.

ખુદ CBI તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ પણ સુપ્રિમ કોર્ટ દ્રારા તરલ આ મુદ્દા માલે હકારાત્મક સપોર્ટ કરતા કહ્યું કે, જ્યારે બિઝનેસમેન પૌસા પાછા આવવા તૈયાર છે તો એજન્સીને આમાં કોઈ સમસ્યા નથી.

જો ભાગેડુ ઉધોગપતિ પોતાની વાત પર રહી બેંકોને નાણા પરત કરવા તૈયાર થાય છે તો, સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ ભાગેડુ વેપારીઓને ત્રણ મોરચે રાહત પર વિચાર કરવો જોઈએ. તેમની સામેના ફોજદારી કેસ પાછા ખેંચવા જોઈએ, તેમને ભારતમાં મુક્તપણે ફરવા દેવા જોઈએ જેથી તેઓ દેશના કોઈપણ ખૂણે નવેસરથી વેપાર કરી શકે. આ સિવાય તેમની સામે કોઈ જબરદસ્તી ન કરવી જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).