Home Gujarat CMનો ક્રિકેટ પ્રેમ : મારે ફિલ્ડિંગ ભરવાની આયી નથી, જ્યારે ભી કરી...

CMનો ક્રિકેટ પ્રેમ : મારે ફિલ્ડિંગ ભરવાની આયી નથી, જ્યારે ભી કરી ત્યારે બેટિંગ જ કરી છે! : ભૂપેન્દ્ર પટેલ

Face Of Nation 30-05-2022 : ગુજરાત ટાઇટન્સ IPL-22નું ચેમ્પિયન બન્યું છે. જેને પગલે ગુજરાત ટાઈટન્સની આખી ટીમે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. છેલ્લા ઘણાં સમયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ક્રિકેટ પ્રેમ પણ વિવિધ કાર્યક્રમોમાં જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર, 2021માં અચાનક જ ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ આજે હળવાશના મૂડમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, જે પણ સારું રમે તેના માટે ગર્વ જ હોય અને જ્યારે મેચ રમાતો હોય ત્યારે થઈ જ જાય આપણું…આપણું….! તો બીજીતરફ તેમજ મુખ્યમંત્રીના એક જવાબથી તો સૌ કોઈ ખુશ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, મારે ફિલ્ડિંગ ભરવાની આયી નથી, જ્યારે ભી કરી ત્યારે બેટિંગ જ કરી છે. નાના હોયએ ત્યારે પણ શું હોય કે બેટિંગ પહેલા લઈ લો કદાચ વહેલા આઉટ થઈ જાય તો ઓછી ફિલ્ડિંગ ભરવી પડે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).