Home News અમરાઈવાડી : ધારાસભ્યના ત્રાસથી કાર્યકરોથી માંડીને પ્રજા ત્રસ્ત, BJP જોઈને મત આપવા...

અમરાઈવાડી : ધારાસભ્યના ત્રાસથી કાર્યકરોથી માંડીને પ્રજા ત્રસ્ત, BJP જોઈને મત આપવા ભારે પડ્યા !

Face Of Nation 16-03-2026 : જે વિધાનસભાના કાર્યકરો જ તેમના વિસ્તારના ધારાસભ્યની કામગીરીથી ત્રાસી ગયા હોય તે વિસ્તારની જનતાની હાલત શું હશે તે વિચારી શકાય છે. હાલ અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્યના ત્રાસથી કાર્યકરોથી માંડીને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને ભારે નિઃશાસા નાખી રહી છે કે, આ ધારાસભ્યને ક્યાં “ભાજપ” જોઈને મત આપ્યો. ભાજપની પરિસ્થિતિ હાલમાં એવી છે કે, લોકો ઉમેદવાર નહિ પરંતુ પક્ષ જોઈને મત આપે છે પરિણામે ઉમેદવારને લીધે પસ્તાવવાનો વારો આવે છે. આ વાતની સાબિતી અમરાઈવાડી વિધાનસભા પુરી રહી છે. છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલા અને જાણે કે નામચીન માથાભારે બનવાના અભરખા લઈને ચાલતા અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ ખુદ પક્ષના જ કાર્યકરો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે અને આ બાબતે પક્ષના કોઈ નેતા કે મોવડીમંડળ હસમુખ પટેલને કઈ પણ કહેવાની હિંમત ધરાવતા નથી.
કાર્યકરોનો બળાપો દરેક રાજકીય પક્ષમાં હોય છે પરંતુ જયારે તે ખુલીને સામે આવી જાય ત્યારે ત્રાસ અસહ્ય થઇ ગયો છે તે વાતની સાબિતી પુરે છે. અમરાઈવાડી વિધાનસભામાં છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય હસમુખ પટેલ વિરુદ્ધ લોકો અસંતુષ્ટ હતા પરંતુ હદ ત્યારે થઇ જયારે આ અસંતોષ ખુલીને પક્ષના કાર્યકરો દ્વારા જ સામે આવ્યો. પક્ષના કાર્યકરોના કામકાજ પણ થતા ન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. તેવામાં પ્રજાના કાર્યો કેમ થતા હશે તે એક પ્રશ્ન છે. કાર્યકરોએ સીધો આક્ષેપ કર્યો છે કે, આ ધારાસભ્ય પૈસાના પૂજારી છે અને પૈસા લઈને પણ કોઈના કામો કરતા નથી. પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને તંત્રનો દુરપયોગ કરી આ ધારાસભ્ય રીતસર લુખ્ખાગીરીના રવાડે ચઢી ગયા છે. થોડા સમય પહેલા આ ધારાસભ્યએ એક એનઆરઆઈ યુવકને ઢોર માર માર્યો હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી. સોશિયલ સાઈટ ઉપર પણ કાર્યકરો ખુલ્લેઆમ પોતાનો બળાપો કાઢી રહ્યા છે, જેને ઢાંકવા હસમુખ પટેલની જીહજૂરી કરનારા કેટલાક મળતીયાઓ તેમના “સાહેબ”ના બચાવમાં કૂદી પડ્યા છે. આ વાત ભાજપના મોવડી મંડળ સુધી પહોંચી હોવા છતાં પક્ષના નેતાઓ કેમ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે તે પ્રશ્ન સૌ કોઈને છે.
વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ અને જયારે હસમુખ પટેલનું નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું ત્યારથી જ આ ઉમેદવાર વિરુદ્ધ લોકોને રોષ હતો પરંતુ પક્ષ સામે પડવાની કે વિરોધ કરવાની કોઈ કાર્યકરની હિંમત નહોતી. જો કે ધારાસભ્ય બનતાની સાથે જ હસમુખ પટેલે આપખુદશાહી શરુ કરતા જ કાર્યકરો અને નાગરિકોની ધીરજ ખૂટી ગઈ હતી અને ખુલીને સામે આવ્યા હતા. પક્ષના જ વોટ્સએપ ગ્રુપ દ્વારા તેઓએ તેમનો બળાપો ઠાલવ્યો. આ વોટ્સએપ ગ્રુપના ચેટ હાલ વાયરલ થઈ રહ્યા છે. જેમાં ધારાસભ્ય સામે કાર્યકરો અને હોદ્દેદારો ભારે રોષ સાથે કોમેન્ટો કરી રહ્યા છે. MLA કાર્યક્રમમાં હાજર ન રહેતા હોવાનો આક્ષેપ સાથે અમરાઈવાડી ભાજપમાં હિટલરશાહી ચાલતી હોવાનો આરોપ થઈ રહ્યા છે. કાર્યકરો અને હોદ્દેદારોનું સન્માન જળવાતું ન હોવાનું જણાવી તેઓ “AC ઓફિસમાં બેસનારાઓને કાર્યકરોની પીડા શું સમજાય?” જેવી કોમેન્ટો કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

ગૃહમંત્રીના સીન-સપાટા વચ્ચે ગુજરાતમાં “દારૂ” અને “ગાંજા”નું રાજ : યુવાધન નશાના રવાડે

 

પાખંડનું સામ્રાજ્ય ? : સેક્સકાંડના આરોપી મહંત, આચાર્યની ઉશ્કેરણી, પુરુષો પગમાં અને મહિલાઓ સાધુ સાથે સંસારમાં !