Home News માનસામાં થયું ‘ફાયરિંગ’: પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની ધોળેદિવસે હત્યા; ગેંગસ્ટર્સે આપી હતી...

માનસામાં થયું ‘ફાયરિંગ’: પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની ધોળેદિવસે હત્યા; ગેંગસ્ટર્સે આપી હતી ધમકી, પંજાબ સરકારે ઘટાડી હતી ‘સિક્યુરિટી’!

Face Of Nation 29-05-2022 : જાણીતા પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની ધોળેદિવસે હત્યા કરી દેવામાં આવી છે. તેમના પર માનસાના જવાહરકે ગામમાં ફાયરિંગ થયું. ફાયરિંગમાં મૂસેવાલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું જ્યારે તેમના 2 સાથી ઘાયલ થયા છે. પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાનીવાળી AAP સરકારે શનિવારે જ સિદ્ધૂ મૂસેવાલાની સિક્યોરિટી ઘટાડી હતી.તો બીજીતરફ મૂસેવાલાને ગેગસ્ટર્સ તરફથી ધમકી મળી રહી હતી. જેમાં લૉરેન્સ વિશ્નોઈ ગેંગનું નામ સામે આવી રહ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હત્યા પાછળ ગેંગસ્ટર્સનો હાથ હોય શકે છે, જો કે પોલીસે હજુ સુધી આ મુદ્દે કંઈ સ્પષ્ટતા કરી નથી.
મૂસેવાલાની પાસે 8થી 10 ગનમેન હતા
મૂસેવાલાની પાસે પહેલાં લગભગ 8થી 10 ગનમેન હતા. માન સરકારે તેમની પાસેથી માત્ર 2 જ ગનમેન વધ્યા હતા. શરૂઆતની જાણ મુજબ સિદ્ધૂ મૂસેવાલા પોતાના સાથીઓની સાથે ગાડી લઈને જઈ રહ્યાં હતા. કાળા રંગની ગાડીમાં સવાર 2 હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કર્યું. ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર ગયા બાદ જ મૂસેવાલા પર ફાયરિંગ થયું. તે સમયે મૂસેવાલા પોતે કાર ડ્રાઈવ કરી રહ્યાં હતા.
તેમને જીવનો ખતરો હોવાનું જણાવ્યું હતું : વકીલ
સિદ્ધૂ મૂસેવાલાએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં માનસા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ડૉ. વિજય સિંગલા વિરૂદ્ધ ચૂંટણી લડી હતી. જેમાં મૂસેવાલાની હાર થઈ હતી અને તેમને હરાવનાર વિજય સિંગલા રાજ્યના આરોગ્ય મંત્રી બન્યા હતા. હાલમાં જ મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચારના આરોપમાં તેમને પદ પરથી બરતરફ કર્યા હતા. તો બીજીતરફ સિદ્ધૂ મૂસેવાલાએ ગઈકાલે જ પોતાના વકીલ સાથે વાત કરી હતી. જેમાં તેમને જીવનો ખતરો હોવાનું જણાવ્યું હતું. મૂસેવાલાએ કહ્યું હતું કે પંજાબ સરકારે અચાનક જ કોઈ નોટિસ આપ્યા વગર તેમની સુરક્ષા ઘટાડી દીધી હતી. એવામાં તેમના માટે કોઈ બીજી વ્યવસ્થા કરવી પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).