Home Crime “Fecebook ફ્રેન્ડ સાથે અમદાવાદની પરિણીતાની મિત્રતા”, યુવકે લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ, પતિ...

“Fecebook ફ્રેન્ડ સાથે અમદાવાદની પરિણીતાની મિત્રતા”, યુવકે લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ, પતિ નાઇટ શિફ્ટમાં જાય એટલે યુવક પહોંચી જતો ઘરે!

Face Of Nation 21-05-2022 : અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીને ફેસબુક મારફત યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી છે. યુવકે શરૂઆતમાં લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધ્યા અને બાદમાં ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપતાં યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
ફેસબુકથી યુવક સાથે પરિણીતાની મિત્રતા થઈ
ફરિયાદી યુવતીનો વર્ષ 2019માં ફેસબુક મારફત એક યુવક સાથે સંપર્ક થયો હતો. ફેસબુક પર અનેક વખત વાતચીત થાય બાદ બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. બાદમાં તેઓ ટેલિગ્રામ અને વ્હોટ્સઅપ પર વાતચીત કરતાં બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાઈ હતી. જોકે બે વર્ષ પહેલાં આરોપી યુવકે યુવતીને ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર પાસે મળવા બોલાવતાં તેઓ મળ્યા હતા. બાદમાં તેઓ વચ્ચે સોશિયલ મીડિયામાં વાતચીત થતી હતી. જોકે ફરિયાદીના પતિ સવારે નોકરી જતા હોવાની જાણ આરોપીને થતાં તે પોતાની ફોર-વ્હીલ કાર લઈને ફરિયાદીના ઘર પાસે આવતો અને ફરિયાદીની સાથે લગ્ન કરવાની ખાતરી આપીને વિશ્વાસ કેળવ્યો હતો.
પતિ નાઈટ શિફ્ટમાં જતા યુવક ઘરે પહોંચી ગયો
જોકે ગત મહિને ફરિયાદી યુવતીના પતિને નાઈટ શિફ્ટ હોવાની જાણ થતાં આરોપી તેના ઘરે આવ્યો હતો અને ફરિયાદીને મકાનના બીજા રૂમમાં લઇ જઇને લગ્નની લાલચ આપીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં આરોપી યુવતીને અવાર નવાર મળવા માટે બોલાવતો હતો. પરંતુ જો યુવતી કોઈ જવાબ ના આપ તો તેના મકાન પાસે આવી જતો અને ડોર બેલ વગાડીને યુવતીને પરેશાન કરતો હતો. અને યુવતી સાથે વાતચીત કરવા માટે દબાણ કરતો હતો.
મહિલાને બદનામ કરવાની ધમકી આપી
આમ ફરિયાદીની દીકરી બહાર ગઈ હતી ત્યારે પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં તેઓ વચ્ચેની વાતચીતની જાણ તેના પતિને કરી દેવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધીને બદનામ કરવાની ધમકી આપતા, અંતે યુવતી એ સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરીને પોલીસને આ બાબતની જાણ કરી હતી. હાલમાં પોલીસે યુવતીની ફરિયાદ દાખલ કરીને આરોપીની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).