Home Gujarat દુબઈથી આવેલ યુવકનો રિપોર્ટ પોઝિટિવ, 20 દિવસ બાદ કોરોનાનો પ્રથમ કેસ સુરતમાં...

દુબઈથી આવેલ યુવકનો રિપોર્ટ પોઝિટિવ, 20 દિવસ બાદ કોરોનાનો પ્રથમ કેસ સુરતમાં નોંધાયો, સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલી અપાયા!

Face Of Nation 28-12-2022 : સુરતમાં 20 દિવસ બાદ કોરોનાનો પ્રથમ કેસ પોઝિટિવ આવ્યો છે. દુબઈથી આવેલા 25 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઈસોલેટ કરાયો છે. જ્યારે તેના 4 પરિવારજનોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સુરત કોર્પોરેશનના ડેપ્યુટી આરોગ્ય કમિશનરે કહ્યું કે એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન છેલ્લા 1 મહિનાથી ધંધાર્થે દુબઈ ગયેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલી અપાયા છે. સાથે જ તકેદારીના પગલાં વધારી દેવાયા છે.
તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલનું આયોજન
અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન પ્રધાનો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચી ઓક્સિજન, વેન્ટીલેટર, કોવિડ બેડની ક્ષમતા, ટેસ્ટિંગ કીટ, જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા સહિતની બાબતોની ચકાસણી કરી.જો કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ તંત્ર કેટલું સજ્જ છે તેની સમીક્ષા પૂરજોશથી કરવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).