Home Crime ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રશિયન ડેલિગેશન પર લગાવ્યો “બૅન”, રશિયન સરકારના આલોચક હોવાથી...

‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રશિયન ડેલિગેશન પર લગાવ્યો “બૅન”, રશિયન સરકારના આલોચક હોવાથી ડિરેક્ટર કિરીલ સેરબ્રેનિકોવને મળી એન્ટ્રી!

Face Of Nation 19-05-2022 : 75મા કાન ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે. કાન ફિલ્મ ફેસ્ટિવલે રશિયાને બૅન કર્યું છે. આ વર્ષે રશિયાના ઑફિશિયલ ડેલિગેશન પર બૅન મૂકવામાં આવ્યો હતો. રશિયા તથા યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજીતરફ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રશિયન ડેલિગેશન પર બૅન લગાવ્યો છે, પરંતુ રશિયન ડિરેક્ટર કિરીલ સેરબ્રેનિકોવને એન્ટ્રી આપી હતી. તેની ફિલ્મ ‘ત્ચિકોવસ્કી વાઇફ’નું સ્ક્રિનિંગ પણ યોજાયું હતું. ફેસ્ટિવલ એરિયાના માર્કેટપ્લેસમાં 1 દિવસ યુક્રેનની ફિલ્મ્સને ડેડિકેટ કરવામાં આવ્યો હતો.
‘ત્ચિકોવસ્કી વાઇફ’નું સ્ક્રિનિંગ પણ યોજાયું
આ ફિલ્મની વાર્તા મ્યૂઝિશિયન પ્યોટર ઇલાઇચની પત્ની પર આધારિત છે. પત્ની પોતાના પતિની હોમોસેક્સ્યુઆલિટીનો સ્વીકાર કરી શકતી નથી. ત્યારબાદ તેની માનસિક હાલત નબળી પડે છે. ફિલ્મમાં એલ્યોના મિખાયલોવા તથા ઓડિન લીડ રોલમાં છે. આ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સારો રિસ્પોન્સ મળ્યો હતો.
રશિયન સરકારના દરેક નિર્ણયનો વિરોધ કર્યો છે : કિરીલ
કિરીલ રશિયન ડિરેક્ટર છે. તે રશિયાની સરકારના આલોચક છે. તેમણે રશિયન સરકારના દરેક નિર્ણયનો વિરોધ કર્યો છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ જ કારણે તેમની એન્ટ્રી થઈ હોવાનું માનવામાં આવે છે. આ સાથે જ કિરીલનું જીવન વિવાદથી ભરેલું છે. કિરીલને લોકપ્રિય ગોગોલ સેન્ટરના બજેટ ફંડમાંથી ચોરી કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આથી જ તેમને સેન્ટરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તે ઘણાં મહિના સુધી હાઉસ અરેસ્ટ રહ્યા હતા. જોકે, હાઉસ અરેસ્ટ બાદ પણ જાન્યુઆરી, 2022માં તે હેમબર્ગ પહોંચ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).