Home World અલગ દુનિયા : સમુદ્રમાં અન્ડરવોટર સિટી બનાવવાનું આયોજન; જાપાનમાં પાણીની અંદર શહેર...

અલગ દુનિયા : સમુદ્રમાં અન્ડરવોટર સિટી બનાવવાનું આયોજન; જાપાનમાં પાણીની અંદર શહેર વસાવાશે, પ્રોજેક્ટને નામ અપાયું ‘ઓશન સ્પાઇરલ’?

Face Of Nation 02-08-2022 : જાપાન એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જે અંતર્ગત સમુદ્રમાં અન્ડરવોટર સિટી બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટને ‘ઓશન સ્પાઇરલ’ નામ અપાયું છે. દુનિયાભરમાં મોટા ઘણા અત્યાધુનિક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ કરી ચૂકેલી મલ્ટિનેશનલ આર્કિટેક્ચર કંપની શિમિજુ કોર્પોરેશનની અન્ડરવોટર સિટી વસાવવાની મહત્વાકાંક્ષી યોજના છે. હાલ તેનો કન્સેપ્ટ વીડિયો જારી કરાયો છે. તો બીજીતરફ સંપૂર્ણપણે પાણીમાં હોય તેવું વિશ્વનું પહેલું શહેર બની શકે છે. ખાસ વાત એ છે કે આ શહેરમાં લોકો સામાન્ય જીવન જીવી શકશે. સમુદ્રમાં રહેવા માટે ઘર, ફરવા માટે હોટલ્સ-મોલ હશે. તેમાં ઘણી બધી સુવિધાઓ પણ મળશે. પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર છે અને ટૂંક સમયમાં તેના પર કામ શરૂ કરાશે. શહેર સંપૂર્ણપણ કોંક્રિટથી બનાવાશે.
બિલ્ડિંગની અંદર એક ટાવર હશે
આ સ્પાઇરલ બિલ્ડિંગ ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝનનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરશે. બિલ્ડિંગની અંદર એક ટાવર હશે, જ્યાં આ પ્રોસેસ થશે. પીવાના પાણીનું ઉત્પાદન રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન પ્રોસેસ દ્વારા કરાશે. આ એવું ઉપકરણ છે કે જે દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).