Home Gujarat કાવતરું : SITનાં રિપોર્ટમાં મોટો ખુલાસો; 2002માં ગુજરાત સરકારને બદનામ કરવા માટે...

કાવતરું : SITનાં રિપોર્ટમાં મોટો ખુલાસો; 2002માં ગુજરાત સરકારને બદનામ કરવા માટે તિસ્તાએ અહેમદ પટેલ પાસેથી લીધા હતા 30 લાખ રૂપિયા!

Face Of Nation 16-07-2022 : ગુજરાત SITએ 2002ના ગુજરાત રમખાણોને લઈને સોગંદનામામાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ વિરુદ્ધ મોટો ખુલાસો કર્યો છે. SITનું કહેવું છે કે તિસ્તાને ગુજરાત સરકારને બદનામ કરવા માટે 2002માં કોંગ્રેસ પાસેથી ફંડ મળ્યું હતું. SIT એફિડેવિટ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના આદેશ પર સેતલવાડને એક વખત 5 લાખ અને એકવાર 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તો બીજીતરફ કોંગ્રેસે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. સાથે જ અહેમદ પટેલની પુત્રીએ વળતા પ્રહાર કરતા કહ્યું હતુ કે મારા પિતા જીવતા હતા ત્યારે કાર્યવાહી કેમ ન કરવામાં આવી? વિપક્ષને બદનામ કરવા માટે આ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).