Face Of Nation:4 જુલાઈ ગુરુવારે અષાઢી બીજ છે. સાથે સાથે આ જ દિવસે વહેલી સવારે 6.09 કલાકથી રાત્રે 2.30 કલાક સુધી ગુરુપુષ્યામૃત યોગ પણ છે. અષાઢી બીજ અને ગુરુપુષ્યામૃત યોગ એકસાથે હોવાનો અનોખો શુભ સંયોગ સર્જવાનો છે.
આ પર્વને વધાવવા અને શુભ કર્યો કરવા માટે લોકોએ આગોતરી તૈયારીઓ પણ કરી લીધી છે. અષાઢી બીજ શુભ કાર્યો કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. ગુજરાત કે ભારત જ નહીં વિશ્વભરમાં વસતા લાખો કચ્છી માડુઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ તરીકે ભારે રંગચંગે ઉજવે છે.
અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે અને લાખો ભાવિકો રથયાત્રામાં જોડાશે અને ચોકે ચોકે આ રથયાત્રાનું સ્વાગત કરી નગરચર્યાએ નીકળેલા ભગવાનના વધામણાં કરશે. અષાઢી બીજે શુભ કાર્યોની વણઝાર પણ થશે.
આ શુભ કાર્યો કાર્યો થશે
વાસ્તુ-કથા.
કળશ-કુંભ મુહૂર્ત.
માતાજીનો હવન.
લગ્ન-સગાઇ.
આ વસ્તુની ખરીદી થશે
સોના-ચાંદી,વાહન, જમીન-મકાન, ઈલેક્ટ્રિક આઈટમો.