Face Of Nation 08-03-2026 : ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ એકબીજા સામે ટકરાયા હતા. જેમાં ટોસ વિનિંગ બાદ ન્યૂઝીલેન્ડે ફિલ્ડિંગ લીધી હતી અને ભારતે 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ન્યુઝીલેન્ડને 96 રને પછાડીને ભારતે જીત મેળવી હતી. આ મેચ 8 મોદી સ્ટેડિયમ, મોટેરા અમદાવાદ ખાતે રમાઈ હતી.
આ પહેલા કોઈપણ ટીમ યજમાનીમાં T20 વર્લ્ડકપ જીતી શકી ન હતી. પરંતુ હવે ટીમ ઈન્ડિયાએ આ સિદ્ધિ હાંસલ કરી છે. ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા. જવાબમાં કિવી ટીમ 19 ઓવરમાં 159 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. T20 વર્લ્ડકપ ફાઈનલમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, પાંચ વર્ષ બાદ ફરી નેતાઓ પ્રજાના દરવાજે દેખાશે !
“સંપ્રદાય”ની આડમાં “ધિરાણ” : સ્વા. કાલુપુર મંદિરના મહંત પી.પીનો “નાણાં ધિરાણ”નો ચોપડો !



