Home Uncategorized વિરોધીઓને દાબી દેવા કે તાબે કરવા ભાજપ કરી રહ્યું છે સરકારી તંત્રનો...

વિરોધીઓને દાબી દેવા કે તાબે કરવા ભાજપ કરી રહ્યું છે સરકારી તંત્રનો ભરપૂર ઉપયોગ

Face Of Nation 27-02-2026 : ગુજરાત સહીત ભારતનું મોટાભાગનું સરકારી તંત્ર સત્તાના ઇશારે નાચી રહ્યું છે. પોલીસથી માંડીને મોટાભાગની તમામ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા સરકારી બાબુઓને ભાજપનો રંગ લાગી ગયો છે. વિરોધીઓને દાબી દેવા કે તાબે કરવા માટે સત્તાધારી ભાજપ પોલીસ તંત્રથી માંડીને અન્ય સરકારી એજન્સીઓ અને સરકારી તંત્રનો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. તાજેતરમાં દિલ્હી પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયા મામલે કોર્ટે આપેલો ચુકાદો આ વાતની સાક્ષી પુરે છે. દિલ્હી દારૂ નીતિ કેસમાં CBIની તપાસને મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત તમામ 23 આરોપીને નિર્દોષ જાહેર કરતાં કહ્યું હતું કે ચાર્જશીટમાં લગાવવામાં આવેલા આરોપો સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી.
કેજરીવાલે કહ્યું, ‘આજે મારા દિલ પરથી એક મોટો બોજ ઊતરી ગયો છે. તમે ઘણા બધા કેસ દાખલ કર્યા. તમે અમારા પર ED, CBI અને પોલીસનો બોજ નાખ્યો. એક સમયે આપના ટોચના 5 નેતા જેલમાં હતા, પરંતુ તમે કોઈ નુકસાન કરી શક્યા નહીં.’ પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, હવે ફક્ત હત્યા કરાવીને જ કેજરીવાલને કંટ્રોલ કરી શકો છો. દિલ્હીના 3 કરોડ લોકો મોદી અને શાહના કાવતરાનાં પરિણામો ભોગવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપ દારૂકૌભાંડ.. દારૂકૌભાંડ.. કરી રહ્યો છે અને અમારા પર આરોપો લગાવવામાં આવે છે. આજે કોર્ટે બધા આરોપો ફગાવી દીધા અને અમને બધાને મુક્ત કર્યા. અમે હંમેશાં કહ્યું હતું કે અમને ભારતીય ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. હું ન્યાયાધીશનો ખૂબ આભારી છું, જેમણે અમને ન્યાય આપ્યો. સત્યનો વિજય થયો છે. ભગવાન અમારી સાથે છે. મોદી અને અમિત શાહે સાથે મળીને સ્વતંત્ર ભારતમાં સૌથી મોટું રાજકીય કાવતરું ઘડ્યું. આમ આદમી પાર્ટીના પાંચ સૌથી અગ્રણી નેતાઓને પાર્ટીનો નાશ કરવા માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. વર્તમાન મુખ્યમંત્રીને તેમના ઘરેથી ખેંચીને છ મહિના માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. અમારા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને બે વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. અમારા પર કાદવ ફેંકવામાં આવ્યો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

કલોલ ગુરુકુળ ટાર્ગેટ ! : આચાર્યની આસારામવાણી, હરિભક્તોને ઉશ્કેર્યા, “તહોમતદાર બનો, પોલીસથી હું બચાવીશ”