Face Of Nation 28-01-2026 : મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે જનસભાને સંબોધવા બારામતી જઈ રહેલા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહીત પાંચ લોકોના પ્લેન ક્રેશમાં મૃત્યુ થયા છે. તેઓ મુંબઈથી સવારે 8.10 વાગ્યે રવાના થયા હતા. મહારાષ્ટ્ર એવિએશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પાઇલટે સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે સ્પષ્ટ દેખાયો નહીં એટલે તે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયો બાદમાં બીજી વાર લેન્ડિંગ દરમ્યાન રનવે ઉપર પ્લેન સ્લીપ થઇ જતા ક્રેશ થયું હતું. અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના જીવ ગયા છે.
પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ બારામતીના રનવે-11 પર ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિમાન રનવે પરથી લપસીને ક્રેશ થઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. માહિતી મળી છે કે લેન્ડિંગ દરમિયાન પાઇલટે કોઈ ઈમરજન્સી સિગ્નલ આપ્યું નહોતું. તેણે ‘મેડે’ કોલ પણ કર્યો નહોતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).



