Face Of Nation 07-01-2025 : સુપ્રીમ કોર્ટ કુતરાઓ પાછળ પડી છે. સરકારી તંત્રને કુતરાઓને રસ્તા ઉપરથી દૂર કરવા કડક વલણ અપનાવી રહી છે. જો કે, કુતરાઓ કરતા પણ ખતરનાક ભ્રષ્ટ બનેલા નેતાઓ અને સરકારી અધિકારીઓ આ દેશ માટે જીવલેણ સાબિત થઇ રહ્યા છે તેમ છતાં કોર્ટ તે તરફ ધ્યાન આપી રહી નથી તેવું લાગી રહ્યું છે. જેટલી કુતરા બાબતે કોર્ટ ગંભીર બની રહી છે તેટલી જ ભ્રષ્ટાચાર સામે ગંભીર બને તો પ્રજા માટે આશીર્વાદરૂપ સમાન છે પણ લાગે છે કે, એવું ક્યારેય નહિ બને. જાહેરાતો અને નેતાઓની સભાઓ પાછળ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. જેની ઉપર રોક મુકવી તાતી જરૂર છે. કોઈ રાજકીય પક્ષને પ્રજાકીય કામો ગણાવવા જાહેરાતો કરવી હોય તો તે પક્ષના પૈસે કરે તેવો કાયદો હોવો જોઈએ. કેમ કે, આજે દેશમાં જે રાજકીય પક્ષ સત્તા ઉપર આવે છે તે પક્ષ સરકારી તિજોરીને પક્ષની તિજોરી માનીને બેફામ ખર્ચાઓ કરે છે. જેના માટે આજ દિન સુધી કોઈ મજબૂત કાયદો નથી. આ કાયદા માટે સુપ્રીમ કોર્ટે સુઓમોટો રીટ દાખલ કરીને પ્રજાના હિતમાં આગળ આવવું જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં બુધવારે રખડતા કૂતરાઓ સાથે જોડાયેલા મામલે સુનાવણી થઈ હતી. કોર્ટે પૂછ્યું કે, કૂતરાઓને કારણે સામાન્ય લોકોએ આખરે ક્યાં સુધી પરેશાની ભોગવવી પડશે. અદાલતે સ્પષ્ટ કર્યું કે તેનો આદેશ રસ્તાઓ માટે નહીં, પરંતુ માત્ર સંસ્થાકીય વિસ્તારો માટે છે. બેન્ચે સવાલ ઉઠાવ્યો કે શાળાઓ, હોસ્પિટલો અને કોર્ટ પરિસરોની અંદર રખડતા કૂતરાઓની શું જરૂર છે અને તેમને ત્યાંથી હટાવવા સામે શું વાંધો હોઈ શકે. બુધવારે આ મામલે સુનાવણી અઢી કલાક સુધી ચાલી હતી. આગામી સુનાવણી 8 જાન્યુઆરીએ સવારે 10:30 વાગ્યાથી ફરી શરૂ થશે.
અહીં સવાલ એ થાય છે કે, દેશમાં સરકારી શાળાઓ, હોસ્પિટલો અને સંસ્થાઓ બનાવવા માટે ભ્રષ્ટાચારીઓ જે રીતે દેશને લૂંટી રહ્યા છે તે કુતરા પણ ખતરનાક છે. કુતરાઓ એકાદ-બે કે દસેક લોકોને કરડી રહ્યા છે અને તેની સારવાર પણ શક્ય છે. પરંતુ ભ્રષ્ટાચારીઓ તો આખા દેશને કરડી રહ્યા છે અને તેની સારવાર પણ આજદિન સુધી કરવામાં આવતી નથી. પ્રજાને આશા-અપેક્ષા રાખવાનો અધિકાર છે કે, કોર્ટ સુઓમોટો રીટ દાખલ કરીને નેતાઓની સભાના નામે અને સરકારી કાર્યક્રમોની આડમાં થઇ રહેલા કરોડો રૂપિયાનો ધુમાડો અટકાવે કેમ કે તે પૈસાથી પ્રજાનું ભલું થતું નથી. કોઈ પણ રાજકીય પક્ષ સત્તા સ્થાને આવ્યા બાદ પ્રજાકીય કામો જાહેર કરીને તેની આડમાં ભ્રષ્ટાચાર કરવો તે જ પ્રાથમિકતા ધરાવતા હોય છે. આજદિન સુધી કોઈ એક રાજકીય પક્ષ કે નેતાઓ આ દેશને એવા મળ્યા નથી કે જેઓએ, પ્રજાના ટેક્સના પૈસે કે સરકારી પૈસે સભાઓ ઉપર પ્રતિબંધ મુક્યો હોય કે સરકારી કામકાજોમાં વાહવાહી કરતી સરકારી જાહેરાતો ઉપર પ્રતિબંધ મુક્યો હોય. કેમ કે, આ બધા પૈસે ખરેખર વેડફાઈ રહ્યા છે. પ્રજાકીય કામો કરવા જ પ્રજા સત્તા સ્થાને નેતાને કે રાજકીય પક્ષોને પસંદ કરે છે. હવે આ જ રાજકીય પક્ષો કે નેતાઓ પ્રજાને તેમના કામો ગણાવવા પાછળ સરકારી પૈસાનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયા ખર્ચી નાખે છે તે કેટલું યોગ્ય છે ? તેમ છતાં સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ આ બાબતે ધ્યાન આપીને સુઓમોટો રીટ દાખલ કરતી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://chat.whatsapp.com/B70iYWBxAMHJhA5Bgpo5hU આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
Home Uncategorized ભ્રષ્ટાચારી નેતાઓ-અધિકારીઓ દેશ માટે જીવલેણ બની રહ્યા છે અને સુપ્રીમ કોર્ટ કુતરા...


