Home Uncategorized ગુજરાતીઓને સરકારની નવા વર્ષની ભેટ : ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3% વધારો

ગુજરાતીઓને સરકારની નવા વર્ષની ભેટ : ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3% વધારો

Face Of Nation 31-12-2025 : નવા વર્ષે સરકારે પ્રજાને ભેટ આપી છે. એસટી બસના ભાડામાં 3%નો વધારો કરીને લોકોની કમર ઉપર વધુ ભાર આપ્યો છે. આશરે 27 લાખ મુસાફરો પર તેનો પ્રભાવ પડશે. જેનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 28 માર્ચ, 2025ના રોજ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો હતો. છેલ્લા 9 મહિનામાં બીજીવાર ભાડા વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે, ST નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રીથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. લોકલ બસમાં 9 કિલો મીટર સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો લાગુ પડશે નહીં. જ્યારે 10થી 60 કિમીમાં રૂ.1નો વધારો કરવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).