Home Religion ભક્તો આનંદો ! : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના દાન-ધર્માદાના પૈસે લાલજીનું બાલીમાં “હનીમૂન”...

ભક્તો આનંદો ! : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના દાન-ધર્માદાના પૈસે લાલજીનું બાલીમાં “હનીમૂન” થયું ?

Face Of Nation 31-12-2025 : સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા ફાંટા છે. જેમાં BAPSથી માંડીને કાલુપુર અને વડતાલ ગાદી સહીત અનેકનો સમાવેશ થાય છે. આ તમામ સંપ્રદાયોમાં સૌથી વધુ વિવાદાસ્પદ હોય તો તે છે “કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા”. આ સંસ્થા જયારે આચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજના આગેવાની હેઠળ કાર્ય કરતી હતી ત્યારે તે ઉત્તમ હતી અને સાધુઓ પણ સદા રાજી હતા. કેમ કે, તેજેન્દ્રપ્રસાદને સાધુઓ માટે વિશેષ આદરભાવના હતી સામે સાધુઓથી માંડીને હરિભક્તોને પણ ખુબ જ હેત હતું પરંતુ જ્યારથી આ સંસ્થાના વડા તરીકે તેજેન્દ્ર પ્રસાદના પુત્ર કૌશલેન્દ્રની નિમણુંક થઇ ત્યારબાદ આ સંસ્થામાંથી સાચા સાધુઓ અને હરિભક્તોની બાદબાકી થવા લાગી. જે લાલજી વજેન્દ્રની આગેવાની આવતા જ એટલી હદે વધી ગઈ કે, સંસ્થામાંથી ઘણા સાચા સાધુઓ અને હરિભક્તોએ પણ છેડો ફાડી નાખ્યો. ખેર ! આજે એક એવી મુદ્દાની વાત કરવી છે કે, જે મુદ્દો ખુદ લાલજી વજેન્દ્ર પાંડેએ સ્વીકાર્યો છે.
થોડા સમય અગાઉ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજી વજેન્દ્ર પાંડેએ તેની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં લાલજી વજેન્દ્ર પાંડેએ ખુદ એવો સ્વીકાર કર્યો છે કે, લગ્ન બાદ તેઓ તેમની પત્નીને લઈને બાલી હનીમૂન માટે ગયા હતા. શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું છે કે,
स्वासन्नसम्बन्धहीना नरास्ताभ्यां तु कर्हिचित्‌ ।
न स्प्रष्टव्या न भाष्याश्च तेभ्यो दर्श्यं मुखं न च ।।१३४।।
“અને વળી તે બે જણની જે પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ કયારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહિ ને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું. એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા. ।।૧૩૪।।.” આચાર્યની ધર્મપત્નીને ગાદીવાળા કહેવામાં આવે છે. આ ગાદીવાળાએ કોઈને પણ પોતાનું મુખ ન દેખાડવા શિક્ષાપત્રી શ્લોક 134માં જણાવવામાં આવ્યું છે તેમ છતાં લાલજી તેમની પત્ની અને ભાવિ ગાદીવાળાને હનીમૂન માટે બાલી લઇ ગયા તે પણ એક આશ્વર્યજનક બાબત છે. ભગવાને લખેલી શિક્ષાપત્રી શું માત્ર હરિભક્તો માટે જ લાગુ પડે છે ? આચાર્ય અને લાલજીને કશું લાગુ પડતું જ નથી ? લાલજીએ લગ્ન કરીને હનિમૂનના નામે તેમના પત્ની એટલે કે, ભાવિ ગાદીવાળાને ઉઘાડા પડદે ફરતા કરી દીધા હતા. એરપોર્ટથી લઈને સમગ્ર બાલીમાં ફર્યા અને આમ નાગરિક કરે છે તે તમામ કામગીરી હનીમૂન દરમ્યાન કરી.
અહીં રસપ્રદ વાત એ છે કે, કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજી કે આચાર્યનો કોઈ સાઈડ બિઝનેશ નથી કે ક્યાંય નોકરી કરવા પણ જતા નથી છતાં આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, લાલજી વજેન્દ્ર પાંડે હનીમૂન કરવા બાલી ગયા હતા. જ્યાં તેમની પત્નીએ પાઉડર જેવું સફેદ પીણું પીવડાવ્યું હતું. અહીં સવાલ એ થાય કે, શું મંદિરના ધર્માદાના પૈસે લાલજી હનીમુન કરવા જાય છે ? અને ભક્તો જવા પણ દે છે ? કે પછી ભક્તો જ એવું ઈચ્છે છે કે, દાન ધર્માદાના પૈસે હનીમૂન કરો અને જલસા કરો, વિદેશમાં ફરો અને મોજ મસ્તી કરો ? કે પછી અહીંના ભક્તોની ચુપકીદી જ લાલજીને તમામ કાંડ કરવાની પરવાનગી આપે છે ? સવાલો ઘણા છે પણ જવાબ નથી કેમ કે, કોઈ પણ ભક્ત આગળ આવીને ધર્મકુળને સવાલ કરવાની હિંમત ધરાવતો નથી. તેથી જ આચાર્ય અને લાલજી બેફામ બની ગયા છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે થોડા સમય અગાઉ વાયરલ થયેલી એક હરિભક્તને ધમકાવતી લાલજીની ઓડિયો કલીપ. (https://www.faceofnation.news/exclusive-lalji-viral-audio-recording/) આ ઓડિયો કલીપ વાયરલ થયા બાદ તે હરિભક્ત ઉપર પણ એટલું પ્રેસર આપવામાં આવ્યું હતું કે, તેણે લેખિત માફી મંગાવી પડી હતી. (https://www.faceofnation.news/lalji-call-recording/) ખરેખર આ એક દુઃખદ બાબત હતી કે, હરિભક્તને ધમકાવ્યા બાદ તેને કેટલો માનસિક ટોર્ચર કરવામાં આવ્યો હશે કે તેને માફી માંગવી પડી હતી. ખેર ! અત્યારે વાત કરવી છે કે, દાન-ધર્માદાના નામે આચાર્ય અને લાલજીના વિદેશ જલસા અને હનીમૂન અંગેની.
બધાને લીગલ કેસોની, પોલીસ મોકલવાની અને ઉઠાવી લેવાની ધમકીઓ આપનારા લાલજી જયારે દાન અને ધર્માદાનો પૈસો હનીમૂનમાં વાપરે ત્યારે કોઈ લીગલ કેસો ન થાય ? જમાનો ટેક્નોલોજી અને ધર્મમાં આગળ વધી રહ્યો છે ત્યારે શું એવા લોકો દાન-ધર્માદો લખાવે છે જેનો પૈસો બે નંબરનો છે ? કેમ કે, મહેનત કરીને ખાનારા પરિવારને પોષાય જ કેમ કે તેમનો દાન-ધર્માદાનો પૈસો ગેરમાર્ગે વપરાય. દેશ દુનિયામાં હોસ્પિટલથી માંડીને શાળાઓમાં એવા ઘણા લોકો છે કે, જેમને દાન-ધર્માદાની ખુબ જ જરૂરી છે. જો કોઈ સહાય તેમને મળી જાય તો તેમનો અંતરાત્મા જે આશીર્વાદ આપશે તે વ્યક્તિના અનેક સતકર્મો બરાબર છે. નહિ કે, એવા મંદિરોમાં દાન-ધર્માદો લખાવીએ જ્યાં આચાર્ય-લાલજીને હનીમૂન માટે વાપરવામાં આવે.

यस्मिन्‌ परिहितेऽपि स्युर्दृश्यान्यङ्गानि चात्मन: ।
तद्दूष्यं वसनं नैव परिधार्यं मदाश्रितै: ।।३८।।
શિક્ષાપત્રીના શ્લોક 38માં જણાવ્યા પ્રમાણે, “જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું.” છતાં સ્વામિનારાયણ ભગવાનના વંશજ જેને કહેવામાં આવે છે તે લાલજી વજેન્દ્ર પાંડે તેમના અંગનું પ્રદર્શન જાહેરમાં આ ફોટા થકી કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની પત્નીનો પત્ર : પોર્ન ફિલ્મો દેખાડી જાનવરોની જેમ સેક્સ કરવા દબાણ !

સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યના ઈશારે ફેસ ઓફ નેશનના એડિટર ઉપર થયેલી ફરિયાદ હાઇકોર્ટે રદ્દ કરી