Face Of Nation 20-12-2025 : અમિત શાહના કાર્યકાળમાં ચર્ચિત બનેલો એન્કાઉન્ટર કરવાનો સિલસિલો ફરીથી પાછો શરૂ થયો છે. હર્ષ સંઘવીએ અમિત શાહના કાર્યકાળને જાણે કે ફરીથી જીવંત બનાવી દીધો છે. છેલ્લા બે મહિનામાં 5 જેટલા જુદા જુદા કેસોના આરોપીઓને ભાગવાનો પ્રયાસ કરતા અથવા પોલીસ ઉપર હુમલો કરવાના પ્રયાસના વળતા જવાબમાં પોલીસે પગમાં ગોળી મારીની થિયરી શરુ થઇ છે. આ આરોપીઓમાં મુખ્ય દુષ્કર્મના કેસો છે.
20 ડિસેમ્બર 2025,ગાંધીનગર : દુષ્કર્મ કેસના આરોપીએ રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો, પોલીસે ફાયરિંગ કરીને પગમાં ગોળી મારી.
16 ડિસેમ્બર 2025, સુરત (ગોડાદરા) : ડબલ મર્ડર કેસના ફરાર આરોપી શિવા ટકલાએ પોલીસ પર હુમલો કર્યો, સ્વરક્ષણમાં જમણા પગમાં ગોળી લાગી.
10 ડિસેમ્બર 2025, રાજકોટ : નાની બાળકીના બળાત્કાર કેસના આરોપીએ પંચનામા દરમિયાન તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, પોલીસે બંને પગમાં ગોળીઓ મારી હતી.
7 ડિસેમ્બર 2025, અમદાવાદ દાણીલીમડા વિસ્તાર : અમદાવાદમાં દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીન શેખે ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્વરક્ષણમાં પોલીસ ઇન્સ્પેક્ટરે તેના પગમાં ગોળી મારી હતી.
11 નવેમ્બર 2025, નવસારી (બિલિમોરા) : સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગેંગસ્ટર્સ વચ્ચે ગોળીબાર, એક આરોપીને ગોળી વાગી
24 સપ્ટેમ્બર 2025, ગાંધીનગર : પોલીસનું હથિયાર છીનવી આરોપીએ ગોળીબાર કર્યો, ગાંધીનગર પોલીસે એન્કાઉન્ટર કર્યું.
ગુજરાતમાં છેલ્લા ચાર મહિના દ્વારા આરોપી પર પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો ગાંધીનગરમાં બનેલો સાતમો બનાવ છે. થોડા સમય અગાઉ થયેલા અંબાપુર કેનાલ પાસેના ફાયરિંગમાં એક આરોપીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 6 બનાવમાં ઈજાગ્રસ્ત થયા હતા. જે સાત આરોપી પર ફાયરિંગ કરાયું છે તેમાં ત્રણ દુષ્કર્મ કેસના છે.
અમિત શાહના કાર્યકાળમાં ચર્ચિત બનેલા એન્કાઉન્ટર પ્રકરણો શાંત થઇ ગયા હતા. હવે ઘણા સમય પછી પાછા ફરીથી શરૂ થયા છે તે રાજકારણીઓના આદેશ વિના શક્ય નથી. ભલે, પોલીસની કાર્યવાહી પ્રસંશાને પાત્ર હોય પણ તે કામગીરી અત્યાર સુધી ક્યાં હતી તે એક સવાલ છે. પોલીસ પ્રજાના હિતમાં કાર્ય કરે છે ત્યાં સુધી હંમેશા પ્રસંશાને પાત્ર હોય છે પણ જયારે તે જ પોલીસ રાજકારણીઓના હાથે નાચતી કઠપૂતળી બની જાય છે ત્યારે લોકશાહી માટે પણ કલંક સાબિત થઇ જાય છે, ખેર ! અમિત શાહના કાર્યકાળનું પુનરાવર્તન કરવામાં આગળ હર્ષ સંઘવી બીજું શું શું પોલીસ પાસે કરાવશે તે પણ જોવું રહ્યું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
Home Uncategorized ગુનેગારને “ગોળી” : સંઘવીના રાજમાં શાહના કાર્યકાળનું પુનરાવર્તન, ભાગવા જતા આરોપીઓ ઉપર...
![FCPka28VECkQBeT[1]](https://www.faceofnation.news/wp-content/uploads/2025/12/FCPka28VECkQBeT1-640x814.jpg)


