Home Uncategorized અમદાવાદમાં આતંકીઓ પકડાયાના ત્રણ દિવસ બાદ દિલ્હી લાલકિલ્લા નજીક બ્લાસ્ટ, 12થી વધુના...

અમદાવાદમાં આતંકીઓ પકડાયાના ત્રણ દિવસ બાદ દિલ્હી લાલકિલ્લા નજીક બ્લાસ્ટ, 12થી વધુના મોત

Face Of Nation 10-11-2025 : ગત તારીખ 7 નવેમ્બર, શુક્રવારે સવારે ગુજરાત ATSએ માહિતીને આધારે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જો કે આ આતંકીઓ પાસેથી વધુ માહિતી મળે તે પહેલા ત્રણ દિવસ પછી એટલે કે 10મી તારીખને સોમવારે સાંજે દિલ્હીના લાલકિલ્લા નજીક કાર બ્લાસ્ટ થયો હતો. જેમાં 12થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. હાલ સમગ્ર દેશમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે, સાથે જ ગુજરાત સહીત મોટાભાગના રાજ્યોમાં પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું છે.
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક જોરદાર કાર વિસ્ફોટ થયો હતો. જેમાં 11 લોકો માર્યા ગયા હતા અને 24 ઘાયલ થયા હતા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વિસ્ફોટ i-20 કારના પાછળના ભાગમાં થયો હતો. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે સાંજે 6:52 વાગ્યે થયો હતો. ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહ સાંજે LNJP હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને ફોરેન્સિક ટિમ સહિત NIA અને NSGએ તપાસ શરુ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).