Face Of Nation 08-07-2025 : સત્તાની વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકો ઉપર ખોટા કેસો કરીને પોલીસે સત્તાના તળિયા ચાટવામાં કશું બાકી ન રાખ્યું હોવાની ટિપ્પણીઓ ઉઠી રહી છે. લોકો પોલીસને સત્તાની તવાયફ માની રહ્યા છે. કોર્ટને ન્યાયનું મંદિર માનવામાં આવે છે. જો કે ઘણા કેસોમાં એવા વળાંકો આવે છે કે, કોર્ટની કામગીરી ઉપર જનતા સવાલ ઉઠાવે છે. હાલ તાજેતરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસવાનો મામલો ખુબ જ ચર્ચામાં છે. નેતાઓએ તેમની સત્તાનો દુરપયોગ કરીને પોલીસને આદેશ કર્યા અને પોલીસ જાણે કે સત્તાની તવાયફ હોય તેમ વર્તીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર કેસ કરીને જેલના હવાલે કરી દીધા છે. જો કે, આ સમગ્ર મામલે ગુજરાતની જનતા કોર્ટની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવી રહી છે. પોલીસની રણનીતિ સામે તો લોકોને હવે એવું મનમાં ઠસી ગયું છે કે, પોલીસ ભાજપની તવાયફ બનીને ભાજપના નેતાઓના ઈશારે મુજરો કરી રહી છે પણ જો તે પોલીસ સામે કડકાઈ ન દાખવવામાં આવી તો આગામી સમયમાં કોર્ટ માટે પણ લોકો ટીકા ટિપ્પણી કરતા થઇ જશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. જો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળતી પોલીસ સત્તાને શરણે થઇ જશે તો લોકોને ન્યાય પાલિકા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. કોર્ટે આ મામલે પોલીસની પણ કડકાઈથી તપાસ કરવી વધુ જરૂરી છે કેમ કે, માત્ર લાફો મારવાના કેસમાં જો પોલીસ આ હદે જઈ શકે અને કોર્ટ કશું જ ન બોલી શકે તો રાજ્યમાં લોકશાહીનો અંત આવ્યો ગણાશે.
દેડીયાપાડામાં આદિવાસી વિકાસ કચેરી (ATVT)ની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મારામારી થઈ હતી. સંજય વસાવાની ફરિયાદના આધારે દેડીયાપાડા પોલીસે ચૈતર વિરુદ્ધ ગુનો નોંધી, તેમની ધરપકડ કરી. ધરપકડ બાદ ચૈતરના સમર્થકો રાજપીપળાની એલસીબી ઓફિસ બહાર એકઠા થયા, જેના કારણે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી એ ખરેખર ગંભીર અને અનેક સવાલો ઉભા કરે તેવી છે. આજદિન સુધી ભાજપના અનેક નેતાઓએ વિરોધ પ્રદર્શન અને મારામારી કરી હોવાના ભૂતકાળમાં અનેક દાખલાઓ બન્યા છે પણ ક્યારેય તેમને જેલવાસ ભોગવવો પડ્યો નથી અને સરકાર સામે પડેલા ધારાસભ્યએ લાફો માર્યો હોવાના આક્ષેપ માત્રથી ફરિયાદ નોંધીને તેને જામીન ન મળે તે સુધી કેસને ખેંચી જવો અને કોર્ટ પણ ચુપકીદી સેવીને પોલીસની કાર્યવાહી ઉપર સવાલ શુધ્ધા ન કરી શકે તે ખુબ જ ચોંકાવનારી અને અનેક પ્રશ્નો ઉભા કરનારી ઘટના ચોક્કસ છે. શું કોર્ટમાં જજે ફરિયાદ સંદર્ભે પોલીસ કાર્યવાહીની કોઈ ટીકા ટિપ્પણી ન કરી ? શું જજે ફરિયાદમાં લગાવવામાં આવેલી કલમો સંદર્ભે કોઈ ટીકા ટિપ્પણી ન કરી ? આવા અનેક સવાલો હાલ જનતામાં ઉઠી રહ્યા છે. કોઈ વ્યક્તિ જાહેરમાં આવીને આ સવાલો કરતું નથી પણ ચોરેચોટે લોકોના ટોળા પોલીસની કામગીરી સાથે સાથે કોર્ટની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવી રહી છે. કોર્ટે ખરેખર આ મામલે પોલીસને સવાલો કરવા જરૂરી બન્યા છે.
પોલીસ ભાજપના આદેશથી એ હદે તૈયાર થઇને બેઠી છે કે, ચૈતર વસાવા ઉપર પાસા ભરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવા. જો કે, હાલમાં ભાજપના નેતાઓ આ મામલે ચર્ચા વિચારણા કરી રહ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. પોલીસે ચૈતર વસાવા ઉપર એક પછી એક કેસ કરીને હવે પાસા ભરવાની તૈયારી પણ કરી હોવાની માહિતી મળી છે. જો ઉપરથી આદેશ આવશે તો પોલીસ ચૈતર વસાવાને જામીન મળ્યા બાદ પાસા ભરવાની કાર્યવાહી કરે તેમ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
![Chaitar-Vasava-arrest[1]](https://www.faceofnation.news/wp-content/uploads/2025/07/Chaitar-Vasava-arrest1-640x360.jpg)


