Face Of Nation 27-06-2025 : એક વ્યક્તિને હરાવવા આખે આખું ભાજપ મેદાને ઉતરી પડ્યું હતું. જેની સામે વિસાવદરની જનતા અને ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને ભાજપીઓને તેમની ઓકાત દેખાડી દીધી તેમ કહેવામાં કોઈ બે મત નથી. પોલીસ અને તંત્રના જોરે દાદાગીરીથી સરકાર ચલાવવાની જેનામાં બખૂબી આવડત છે તેનું નામ ભાજપ. આ રાજકીય પક્ષ અને તે પક્ષના લોકો એટલા નમાલા છે કે, તેમની સામે બોલનારાઓને કેમેય કરીને ચૂપ કરી દેવાની રણનીતિઓ ઘડવા માટે જ તેઓ વ્યસ્ત હોય છે. પ્રજાને મૂર્ખ કેમ બનાવવી તેની કસોટી લેવામાં આવે તો તેમાં ભાજપ પ્રથમ નંબરે આવે અને એવોર્ડ લઇ જાય. ગુજરાતના વિસાવદરની જનતાએ ચૂંટણી પરિણામો ઉપરથી એ વાત પુરવાર કરી કે, ભાજપ સર્વસ્વ નથી અને પ્રજા મૂર્ખ નથી. ભાજપના જ ગૃહ મંત્રીને જૂત્તુ મારનાર વ્યક્તિને વિસાવદરની જનતાએ વટ ભેર ગૃહમાં પ્રવેશ કરાયો છે.
આમ આદમી કરતા ગોપાલ ઇટાલિયાની જીત વધુ મહત્વની છે કેમ કે, વિસાવદરની જનતાનો વિશ્વાસ કેળવીને ભાજપને ભોંય ભેગી કરી નાખનાર ગોપાલ ઈટાલીયા પ્રત્યે પ્રજાનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રજાને પણ વિશ્વાસ છે કે, તેમનો નેતા તેમના માટે ગમે તે હદે જઈને તેમની મુશ્કેલીઓ અને તકલીફો માટે લડત આપશે. આ વિશ્વાસ કેળવવામાં ગોપાલ ઇટાલિયાએ અથાગ પ્રયાસો અને મહેનત કરી છે. સફળતાનાં સો ઘણી હોય છે અને નિષ્ફ્ળતા વાંઝણી હોય છે. ગુજરાતના વિસાવદરમાં ભાજપને ધૂળ ચટાડી ચૂંટણી જીતનાર ગોપાલ ઇટાલિયા હાલ ચર્ચા સ્થાને છે. અમદાવાદ પોલીસના માધુપુરા પોલીસ સ્ટેશનમાં એક સમયે પોલીસ કોન્સ્ટેબલ તરીકે કામ કરતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં મોટી જીત નોંધાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. 30 મહિના પહેલા, ગોપાલ ઇટાલિયા 2022 ની વિધાનસભા ચૂંટણીમાં સુરતની કતારગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ હવે તેઓ વિસાવદર પેટાચૂંટણી જીતીને વિધાનસભામાં પ્રવેશ મેળવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).
![Gopal-Italia-1[1]](https://www.faceofnation.news/wp-content/uploads/2025/06/Gopal-Italia-11-640x360.jpg)


