Home Uncategorized ભાજપની ભક્તોને ભેટ ! : ભારતમાં સૌથી વધુ પશુ સંહાર !, બીફ...

ભાજપની ભક્તોને ભેટ ! : ભારતમાં સૌથી વધુ પશુ સંહાર !, બીફ (માંસ) નિકાસ કરનારો વિશ્વમાં બીજો દેશ !

Face Of Nation 21-06-2025 : હિન્દુવાદી હોવાનો દેખાવડો કરતા ભાજપે હિન્દુ અને રામના નામે મતો એકઠા કર્યા અને ભારતની સત્તા હાંસલ કરી. જો કે આજે આ હિન્દુવાદી સત્તાએ તેમના ભક્તોને અને દેશને આશ્વર્યજનક ભેટ આપી છે. ભારત સમગ્ર વિશ્વમાં બીફ(ગાય અને ભેંસનું માંસ) નિકાસ કરનારો ત્રીજો દેશ બની ગયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના ડેટા અનુસાર, 2023માં બ્રાઝિલ બીફનો સૌથી મોટો નિકાસકાર હતો. જેની સાથે ભારત બીજા સ્થાને હતું. જે બીફની નિકાસ કરે છે. ત્યારબાદ ત્રીજા ક્રમાંકે અમેરિકા છે અને ચોથા ક્રમાંકે ઓસ્ટ્રેલિયા છે.
ભારતની સત્તા સ્થાને બેઠેલી ભાજપ સરકાર તેના નાગરિકોને હિન્દુવાદી સરકાર હોવાનો દેખાવડો કરી રહી છે પણ સત્યતા તો કંઈક જુદી જ છે. સમગ્ર વિશ્વમાં ભારત બીફનું નિકાસ કરવામાં બીજા નંબરે છે એટલે કે ભારતમાં સૌથી વધુ પશુઓનો સંહાર કરવામાં આવે છે. કોઈ પણ ઇંગ્લીશ ડિક્શનરીમાં ‘બીફ’ શબ્દનો અર્થ ‘ગોમાંસ’ એવો જ કરવામાં આવે છે, પણ ભારત સરકાર અને તેમના બુદ્ધિજીવીઓ જ્યારે બીફની નિકાસ કરવાની વાત આવે ત્યારે તેનો અર્થ ‘ભેંસનું માંસ’ એવો કરે છે. ભારતનાં ૧૦૦ કરોડ હિન્દુઓ ગાયને પવિત્ર ગણતાં હોવાથી ભારતનાં મોટાં ભાગનાં રાજ્યોમાં ગોવંશની કતલ પર પ્રતિબંધ છે, તેમ છતાં આ રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં બીફની નિકાસ થાય છે. હકીકતમાં બીફની નિકાસ બાબતમાં ભારત દુનિયાનાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. ભાજપની સરકાર એક બાજુ ગાયને પવિત્ર ગણે છે, અને બીજી બાજુ દર વર્ષે આવા આંકડાઓ પ્રસિદ્ધ થાય છે. જે આંકડાઓ ભારતીય મીડિયા જાહેર કરવાની હિંમત નથી ધરાવતું પણ વિશ્વમાં જાહેર થઇ જાય છે.
ગાયની હત્યા કરનારને હિન્દુ કટ્ટરતાવાદીઓ કાયદો હાથમાં લઈને દેહાંતદંડની સજા આપવા સુધી પહોંચી જાય છે. તેમ છતાં ભારતમાંથી બીફની નિકાસ વધી રહી છે તેનો બચાવ કરતાં ભાજપના નેતાઓ કહે છે કે હકીકતમાં બીફના રૂપમાં ભેંસના માંસની નિકાસ વધી રહી છે. દેશમાં હાલ ગાયોના ૭૦ નસ્લોમાંથી માત્ર ૩૩ નસ્લો જ બચી છે. દેશનાં ૩૬ હજારથી વધારે કતલખાનાંઓમાંથી ૧૦ મોટાં અને અત્યાધુનિક કતલખાનાં છે. હૈદરાબાદના અલ-કબીર કતલખાનાને દર વર્ષે ૬ લાખ પશુઓની કતલ કરવાનો પરવાનો અપાયેલો છે. મુંબઈના દેવનાર કતલખાનામાં દર વર્ષે ૬૦,૦૦૦ ભેંસોની કતલ કરવામાં આવે છે. કોલકત્તામાં દર વર્ષે ૧૨ લાખ ગાયો અને ભેંસોની કતલ થાય છે.
2020 માં બ્રાઝિલ વિશ્વમાં સૌથી મોટો બીફ નિકાસકાર હતો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત અને આર્જેન્ટિનાનો ક્રમ આવે છે. વર્ષ 2024માં ભારતે $3.2 બિલિયન બીફનો જથ્થો નિકાસ કર્યો હતો. (સ્ત્રોત : statista) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).