• Home
  • News
  • Politics
  • Exclusive
  • Crime
  • Sports
  • Religion
  • Special
  • World
Search
Saturday, March 7, 2026
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
Face of Nation
  • Home
  • News
  • Politics
  • Exclusive
  • Crime
  • Sports
  • Religion
  • Special
  • World
Home Uncategorized રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસ પાર્ટીનું સત્તાવાર Twitter એકાઉન્ટ લોક, જાણો કેમ?
  • Uncategorized

રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસ પાર્ટીનું સત્તાવાર Twitter એકાઉન્ટ લોક, જાણો કેમ?

Facebook
Twitter
Pinterest
WhatsApp
Telegram

    Face Of Nation, 12-08-2021: રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક નેતાઓ બાદ હવે ટ્વિટરે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને પણ લૉક કરી દીધું છે. કોંગ્રેસે ગુરૂવારે આરોપ લગાવ્યો કે ટ્વિટરે કોંગ્રેસના સત્તાવાર હેન્ડલ @INCIndia ને લોક કરી દીધુ છે. તેની જાણકારી પાર્ટીએ પોતાના ફેસબુક પેજ દ્વારા આપી છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્વિટરે નિયમોના ઉલ્લંઘનને લઈને કાર્યવાહી કરી છે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના ટ્વિટર એકાઉન્ટ પર સોશિયલ મીડિયા કંપનીએ પગલા ભર્યા છે.

    કોંગ્રેસે પોતાના લોક કરાયેલા ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ ફેસબુક પેજ પર શેર કર્યો છે અને લખ્યું છે- જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા તો અમે ડર્યા નહીં, હવે ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યું પરંતુ અમે ડરવાના નથી. અમે કોંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છે, અમે લડીશું, લડતા રહીશું. જો બળાત્કાર પીડિતા બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો ગુનો છે, તો અમે આ ગુનો 100 વખત કરીશું. જય હિંદ… સત્યમેવ જયતે.

    આ પહેલા બુધવારે મોડી રાત્રે કોંગ્રેસે દાવો કર્યો હતો કે રણદીપ સુરજેવાલા સહિત પાર્ટીના પાંચ વરિષ્ઠ નેતાઓના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) ના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટીના સચેતક મનિકમ ટૈગોર, અસમ પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રિ જિતેન્દ્ર સિંહ તથા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.   (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

    • TAGS
    • account
    • blocked
    • congress
    • INCIndia
    • twitter
    • violation
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleસરકારના આશ્વાસન બાદ 3 શહેરની હડતાળ સમેટાઇ, પણ અ’વાદના ડોક્ટર્સે ઈમરજન્સી ડ્યુટી પણ બંધ કરી
      Next articleએક્ટિવાને બચાવવાના ચક્કરમાં મોટી દુર્ઘટના, સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 3ના મોત
      Face Of Nation

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Uncategorized

      જુઓ ફોટા : ગુજરાતનો કુદરતી ભૂકંપ અને ઈરાનનો માનવસર્જિત ભૂકંપ : બંનેના સરખા દ્રશ્યો

      Uncategorized

      અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ, ઇરાનના સુપ્રીમ લીડર ખામીનીનું મોત, દુબઈ-પાકિસ્તાનમાં અસર

      Uncategorized

      વિરોધીઓને દાબી દેવા કે તાબે કરવા ભાજપ કરી રહ્યું છે સરકારી તંત્રનો ભરપૂર ઉપયોગ

      સર્વે – 03-મે -2020

      Face Of Nation
      • About Us
      • Contact Us
      • Privacy Policy
      • Disclaimer
      © 2019, Face of Nation.
      Edit with Live CSS
      Save
      Write CSS OR LESS and hit save. CTRL + SPACE for auto-complete.