Home Gujarat શિક્ષણ વિભાગ “નાપાસ” : વિદ્યાર્થીઓને મફત મુસાફરી પાસ આપવાની યોજનાનું સૂરસુરિયું, શિક્ષણ...

શિક્ષણ વિભાગ “નાપાસ” : વિદ્યાર્થીઓને મફત મુસાફરી પાસ આપવાની યોજનાનું સૂરસુરિયું, શિક્ષણ વિભાગે પાસની કોઈ ગ્રાન્ટ જ નથી ફાળવી!

Face Of Nation 05-07-2022 : રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ ડિજિટલ વીક, ડિજિટલ એક્ઝીબિશન, સ્ટાર્ટઅપ, ઈઝ ઓફ ડૂઈંગ રેન્કિંગ, કરમાવદ અને મુક્તેશ્વર ડેમ અને વંદે ગુજરાત વિકાસ યાત્રા સહિતના મુદ્દાઓ પર મહત્વની ચર્ચા કરી હતી. પરંતુ શિક્ષણમંત્રીએ મફત પાસ બાબતે કોઇ પણ જાતનો ખુલાસો ન કર્યો.
11 લાખ વિદ્યાર્થીઓને ફ્રીમાં પાસ આપવાનું આયોજન
નાણામંત્રી કનુભા દેસાઈએ ત્રીજી માર્ચે વિધાનસભા ગૃહમાં જ્યારે બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આ બજેટમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે 205 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના 11 લાખ વિદ્યાર્થીઓને ફ્રીમાં પાસ આપવાનું આયોજન કરાયું હતું.
મફત મુસાફરીના પાસની ગ્રાન્ટ જ ફાળવી નથી
રાજ્ય સરકારે અગાઉ એક શહેરથી કે ગામથી અન્ય શહેર કે ગામમાં ભણતા મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ માટે એસ.ટી બસના ફ્રી પાસ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ વિદ્યાર્થીઓને મફત મુસાફરીના પાસ આપવાની યોજનાનું સુરસુરીયું થઇ ગયું છે. કારણ કે, શિક્ષણ વિભાગે મફત મુસાફરીના પાસની ગ્રાન્ટ જ ફાળવી નથી. શિક્ષણ વિભાગે બજેટમાં જાહેરાત તો કરી હતી પરંતુ ઠરાવ પસાર ન કર્યો. કારણ કે શિક્ષણ વિભાગે મફત મુસાફરીના પાસની ગ્રાન્ટ જ ફાળવી નથી એટલાં માટે એસ.ટી વિભાગ પાસ ઇસ્યુ નથી કરતી. હવે તો શાળા-કોલેજો પણ શરૂ થઈ ગઇ છે છતાં વિદ્યાર્થીઓને મફત પાસનો લાભ નથી મળી રહ્યો.
મફત મુસાફરી પાસ આપવાની યોજનાનું સુરસુરીયું
રાજ્યમાં એક સ્થળેથી અન્ય સ્થળે અભ્યાસ કરવાને અર્થે મુસાફરી કરતાં વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા એસટી બસના મફત પાસ આપવાની યોજના લાગુ કરાશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત રાજ્યના 11 લાખ જેટલાં વિદ્યાર્થીઓને એસ.ટી બસના એક્સપ્રેસ કે લોકલ એમ પોતપોતાની જરૂરિયાત અનુસાર તેઓને મફતમાં પાસ કાઢી આપવામાં આવશે તેવું આયોજન કરાયું હતું. પરંતુ અંતે જ્યારે એમ ખ્યાલ આવ્યો કે, શિક્ષણ વિભાગે તો મફત મુસાફરીના પાસની ગ્રાન્ટ જ નથી ફાળવી. એટલાં માટે વિદ્યાર્થીઓને મફત મુસાફરી પાસ આપવાની યોજનાનું સુરસુરીયું થઇ ગયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).