Home Gujarat લૉ પ્રેશરથી ચોમાસું રહેશે એક્ટિવ; 15 જુલાઈ સુધી દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની...

લૉ પ્રેશરથી ચોમાસું રહેશે એક્ટિવ; 15 જુલાઈ સુધી દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 218 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ!

Face Of Nation 11-07-2022 : રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. વરસાદે અમદાવાદને ધમરોળી નાખ્યું હતું. તે ઉપરાંત સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. આગામી ત્રણ કલાકમાં હવામાન વિભાગે 30થી 40 કિ.મીના પવન સાથે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં 218 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં 218 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં બોડેલી, ક્વાંટ, જાંબુઘોડા, જેતપુરપાવી, છેટાઉદેપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. આ તમામ વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે સાગબારા, સંખેડા, દેડિયાપાડા, ઘોઘંબા, ડોલવણ, વાંસદા, નડિયાદ, ગોધરા, સોજિત્રામાં પણ 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સિઝનનો કુલ 12 ઈંચ વરસાદ થયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 11.75 ઈંચ વરસાદ થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 5.78, દક્ષિણ ગુજરાતમાં 24.28 ઈંચ, મધ્ય ગુજરાતમાં 9.53 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 11.12 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 36 ટકા વરસાદ નોંધાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).