Face Of Nation : અફઘાનિસ્તાનમાં અમેરિકા તરફથી મોટી ચૂક સામે આવી છે. અહીંના હેલમંડ પ્રાંતમાં તાલિબાન આતંકીઓને લડત આપવા પહોંચેલી અફઘાનિસ્તાન પોલીસ ઉપર ભૂલથી અમેરિકાએ બોમ્બ ફેંક્યા. આ હુમલામાં 17 અફઘાન પોલીસકર્મીના મોત થયા છે જ્યારે 14 ગંભીર રીતે ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામે લડવા અમેરિકન અને અફગાન ફોર્સ જોઇન્ટ ઓપરેશન ચલાવે છે.
હેલમંડ પ્રાંતીય પરિષદ પ્રમુખ અતાઉલ્લાહ અફઘાને જણાવ્યું કે, આ ઘટના હેલમંડ પ્રાંતના નાહર-એ-સારાજ જિલ્લાની છે. અફઘાન સુરક્ષા બળો અને તાલિબાન આતંકવાદીઓની વચ્ચે ચાલી રહેલી અથડામણ બાદ અમેરિકન એરફોર્સે વધુ સૈન્ય મદદ માંગી હતી. જ્યાં સુધી અમેરિકા તરફથી મદદ કરવા પહોંચે ત્યાં સુધી હાઇવે પર આતંકવાદીઓને સુરક્ષા ચેકપોસ્ટથી પીછેહઠ કરવા માટે અફગાન પોલીસને બોલાવી હતી.