Home Uncategorized પતિના મૃત્યુના ચોથા દિવસે જ પત્ની બની નાયબ મુખ્યમંત્રી : આનું નામ...

પતિના મૃત્યુના ચોથા દિવસે જ પત્ની બની નાયબ મુખ્યમંત્રી : આનું નામ “રાજકારણ”

Face Of Nation 31-01-2026 : પતિ અને પત્નીનો સબંધ એટલે કે મૃત્યુ સુધીનો તમામ પ્રકારના સુખ દુઃખમાં સાથ. આજે દેશને નહિ વિશ્વને ભારતના મહારાષ્ટ્ર શહેરે રાજકારણની વ્યાખ્યાય સાચી ઠેરવીને દેખાડી દીધી છે. વિમાન અકસ્માતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ગત તારીખ 28ના રોજ દુઃખદ અવસાન થયું હતું. આ વાતને હજુ ચાર દિવસ થયા છે ત્યાં તો તેમની પત્નીએ અજિત પવારની જગ્યાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પડે શપથ લીધા હતા. ખરેખર આ એક આશ્વર્યજનક અને ચોંકાવનારી ઘટના કહેવાય કે જ્યાં પતિના મૃત્યુને 12 દિવસ કે મહિનો પણ પૂરો થવા દેવામાં ન આવ્યો અને પત્નીએ નાયબ મુખ્યમંત્રી પદ સંભાળી લીધું. રાજકારણમાં કહેવાય છે કે, કાયમી કોઈ દોસ્ત કે દુશમન નથી હોતા કે પછી કોઈ સગાવ્હાલા નથી હોતા. જો કે, આ ઘટનાએ તો એ વાતની સાબિતી પુરી દીધી કે, રાજકારણી માટે પતિ-પત્નીનો સબંધ પણ મહત્વનો હોતો નથી. આવા રાજકારણીઓને ઉભા કરવા પાછળ પ્રજાનો મુખ્ય સિંહ ફાળો છે એટલે આવી ઘટનાઓ પાછળ પ્રજા પણ એટલી જ જવાબદાર છે જેટલા રાજકારણીઓ. જે રાજકારણી માટે કોઈ સબંધ મહત્વના ના હોય કે તેમના ખુદના ઘરના સભ્યના મોતનો શોક પણ ન હોય તેવા રાજકારણીઓને પ્રજા માટે પણ શું લાગણી હોય ?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ચાર દિવસ પહેલા 28 જાન્યુઆરીએ બારામતીમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ ડેપ્યુટી CM પદ ખાલી પડ્યું હતું. તેવામાં તેમના મૃત્યુના દિવસથી જ તેમની પત્નીને નાયબ મુખ્યમંત્રી બનાવવાના સોગઠાં રમાવવાના શરૂ થઇ ગયા હતા. જે ચાર જ દિવસમાં પુરા કરી દેવામાં આવ્યા. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર શનિવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવનમાં સુનેત્રાને શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણ સમારોહ અંદાજે 12 મિનિટ સુધી ચાલ્યો હતો. શપથ પહેલા દિવસ દરમિયાન NCP ધારાસભ્ય દળ અને વિધાન પરિષદના સભ્યોની વિધાન ભવનમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સુનેત્રાને પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીના શપથ લેતા પહેલા સુનેત્રાએ રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપી દીધું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

તસ્વીર બોલે છે : ધર્મ સત્તા કરતા રાજ સત્તા મોટી છે !

ડિજિટલ એરેસ્ટના નામે ગુજરાત બાનમાં ! : પોલીસ અને એજન્સીઓ નિષ્ફ્ળ, ગુજરાતમાં એજન્ટો એક્ટિવ