Home Uncategorized અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ, ઇરાનના સુપ્રીમ લીડર ખામીનીનું મોત, દુબઈ-પાકિસ્તાનમાં અસર

અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ, ઇરાનના સુપ્રીમ લીડર ખામીનીનું મોત, દુબઈ-પાકિસ્તાનમાં અસર

Face Of Nation 01-03-2026 : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. જેમાં ઇરાનના સુપ્રીમ લીડર ખામીનીનું મોત થયું છે. આ યુદ્ધ દરમ્યાન દુબઈની પણ ઘણી ઈમારતોને નુકશાન પહોંચ્યું હતું. સુપ્રીમ લીડર ખામીનીનું મોત થતા જ પાકિસ્તાનમાં પણ તોફાન ફાટી નીકળ્યું છે. પાકિસ્તાનમાં રહેલા અમેરિકી દૂતાવાસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલે અમેરિકા સાથેના સંયુક્ત હુમલામાં છેલ્લા એક દિવસમાં ઇરાન પર 1,200થી વધુ બોમ્બ ફેંક્યા છે. શનિવારે ખામેનીના ઓફિસ કોમ્પ્લેક્સ પર 30 મિસાઈલોથી હુમલો થયો હતો. હુમલામાં તેમની પુત્રી-જમાઈ, પુત્રવધૂ અને પૌત્રી સહિત કોમ્પ્લેક્સમાં હાજર 40 કમાન્ડરો પણ માર્યા ગયા છે. હુમલા સમયે ખામેની કમાન્ડરો સાથે મીટિંગ કરી રહ્યા હતા.
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ શનિવારે મોડી રાત્રે ખામેનીના મૃત્યુની વાત કહી હતી. તેના થોડા સમય પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ તેમના મૃત્યુનો દાવો કર્યો હતો. ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનની રાજધાની તેહરાન સહિત 10 મોટા શહેરોને નિશાન બનાવ્યા. હુમલાઓમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 740થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈરાન મિડલ ઈસ્ટના 9 દેશોમાં ઈઝરાયલ અને યુએસ લશ્કરી ઠેકાણાઓ પર પણ એર સ્ટ્રાઈક કરી રહ્યું છે. આજે સવારે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મૃત્યુની પુષ્ટિ થઈ છે. આ તરફ ખામેનીના મોત મામલે જમ્મુ-કાશ્મીર, UP અને બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કર્ણાટકના બેંગલુરુમાં શિયા સમુદાયના લોકોએ રેલી કાઢી હતી. આ તરફ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાનના કરાચીમાં હજારો શિયા મુસ્લિમો ખામેનીના મોતનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ઇઝરાયલ અને અમેરિકા સામે નારા લગાવતા પ્રદર્શનકારીઓએ અમેરિકન દૂતાવાસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોના ગોળીબારમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

પાનના ગલ્લાનો વિડીયો વાયરલ થતા કાલુપુર સ્વા. મંદિરના કોઠારી મુનિ સ્વામી ભૂગર્ભમાં

કલોલ ગુરુકુળ ટાર્ગેટ ! : આચાર્યની આસારામવાણી, હરિભક્તોને ઉશ્કેર્યા, “તહોમતદાર બનો, પોલીસથી હું બચાવીશ”