Home News કન્યાના “આત્મવિવાહ” : વડોદરાની 24 વર્ષની ક્ષમા બિંદુ આગામી 11મી જૂને પોતાની...

કન્યાના “આત્મવિવાહ” : વડોદરાની 24 વર્ષની ક્ષમા બિંદુ આગામી 11મી જૂને પોતાની સાથે જ કરશે લગ્ન, તમામ રીતિ રિવાજ નિભાવીને હનિમૂનમાં જશે ગોવા!

Face Of Nation 02-06-2022 : ભારતમાં લગ્નને સાત જન્મનો સંબંધ માનવામાં આવે છે, જેના કારણે આ દિવસને લોકો ખાસ બનાવવાનો પ્રયાસ કરે છે. વડોદરા શહેરની 24 વર્ષની ક્ષમા બિંદુ આગામી 11મી જૂને લગ્ન કરવા જઇ રહી છે. પરંતુ તેમના આ લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. હકીકત એવી છે કે, ક્ષમા પોતાની સાથે જ લગ્ન કરવા જઇ રહી છે. તેમના આ લગ્ન રીતિ રિવાજ અને ફેરાથી લઇને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે. પરંતુ તેમાં બસ વરરાજા નહીં હોય. આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે.
લગ્ન પછી ક્ષમા હનિમૂન માટે ગોવાને પસંદ
ક્ષમા બિંદુના માતા-પિતા પણ પોતાની દીકરીના આ નિર્ણયથી ખુશ છે. તેમને આ લગ્નને આશિર્વાદ પણ આપ્યા છે. ક્ષમાએ પોતાની માટે ગોત્રી વિસ્તરમાં આવેલા એક મંદિરમાં 5 બાધા પણ રાખી છે. લગ્ન પછી ક્ષમા હનિમૂન માટે ગોવાને પસંદ કર્યું છે, ત્યાં તે બે અઠવાડિયા સુધી રહેશે.
દુલ્હન બનવુ છે, પણ લગ્ન કરવા માંગતી નથી
ક્ષમાએ જણાવ્યું હતું કે, હું ક્યારેય લગ્ન કરવા માંગતી નહોતી, પણ હું દુલ્હન બનવા માંગતી હતી. જેથી મેં પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કદાચ હું આપણા દેશમાં સેલ્ફ લવનું એક ઉદાહરણ પુરૂ પાડવાવાળી પહેલી છોકરી છું.
મારી પોતાની સાથે જ લગ્ન કરવા છે
પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી ક્ષમા કહે છે કે, નાનપણમાં જ મને વિચાર આવ્યો હતો હતો કે, મારી પોતાની સાથે જ લગ્ન કરવા છે, પણ હવે તે સ્વપ્નને હું સાકાર કરવા જઇ રહી છું. લોકો આ પ્રકારના લગ્નને અયોગ્ય માની શકે છે. પરંતુ, હું કહેવા માંગુ છું કે, મહિલાએ પણ મહત્વ રાખે છે. લોગ એ વ્યક્તિ સાથે લગ્ન કરે છે, જેને તે પ્રેમ કરે છે. હું પોતાને જ પ્રેમ કરું છું, જેથી હું આત્મ વિવાહ કરવા જઇ રહી છું.
25 લોકોને ફોન કર્યાં પછી એક પંડિત મળ્યા
મારા મિત્રો, સંબંધીઓ અને સહકર્મી સાથે રહેશે. માતા-પિતા વીડિયો કોલિંગથી હાજર રહેશે. પણ વરરાજા નહીં હોય, હું જાતે જ સિંધુર લગાવીશ. હું ફેરા એકલી જ લઇશ. વરમાળા એક જ હશે. પંડિત શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. 25 લોકોને ફોન કર્યાં પછી એક પંડિત મળ્યા છે. એમને પણ અડધો કલાક બેસીને સમજાવવા પડ્યા હતા. હવે તેઓ લગ્ન કરવા તૈયાર થઈ ગયા છે. વેબસિરિઝ જોઇને પોતાની સાથે લગ્ન કરવાની પ્રેરણા મળી હતી. હું દુલ્હન બનવા માંગુ છું, પણ પત્ની બનવા માંગતી નથી. મેં ચણિયાચોળી, ધોતી કુર્તા, સાડી અને જ્વેલરી ખરીદી છે. લગ્નના દિવસે હું ચોલી પહેરવાની છું. હું બાળક એડોપ્ટ કરીશ અને તેમ ન કરી શકી તો NGOમાં બાળકો માટે કામ કરીશ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).