Home Sports 2-0થી સિરીઝ જીતી : બીજી ટી-ટ્વેન્ટી; રોમાંચક મેચમાં ભારતે 4 રનથી આયરલેન્ડને...

2-0થી સિરીઝ જીતી : બીજી ટી-ટ્વેન્ટી; રોમાંચક મેચમાં ભારતે 4 રનથી આયરલેન્ડને હરાવ્યું, હુડાની સદી, ઉમરાનની છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ!

Face Of Nation 29-06-2022 : ભારતીય ટીમે બીજી T20 મેચમાં આયરલેન્ડને 4 રનથી હરાવી સીરીઝ 2-0થી જીતી લીધી છે. ભારતે પહેલી ઈનિંગમાં દીપક હુડાની શાનદાર સદી અને સંજુ સેમસનના 77 રનની મદદથી ભારતે આયર્લેન્ડ સામેની બીજી T20માં 225/7નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં આયરલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 221 રન કર્યા હતા. જેથી ભારતે આ રોમાંચક મેચ જીતી લીધી છે. આ દરમિયાન ઉમરાન મલિકે શાનદાર છેલ્લી ઓવર ફેંકી ભારતને મેચ જિતાડી દીધી છે.
હુડા-સેમસન વચ્ચે 176 રનની પાર્ટનરશિપ
દીપક હુડા ટી20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનારો ભારતનો ચોથો બેટર બની ગયો છે. તેના પહેલા રોહિત શર્મા (4 સદી), કેએલ રાહુલ (2 સદી) અને સુરેશ રૈના (1 સદી) નોંધાવી ચુક્યા છે. લગભગ ચાર વર્ષ બાદ કોઈ ભારતીય બેટરે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી છે. આ પહેલા ભારત માટે છેલ્લી સદી રોહિત શર્માએ નવેમ્બર 2018માં ફટકારી હતી.
ભારત માટે સર્વોચ્ચ ભાગીદારીનો રેકોર્ડ
દીપક અને સંજુએ બીજી વિકેટની ભાગીદારીમાં 176 રન જોડ્યા હતા. આ T20 ઈન્ટરનેશનલમાં ભારત દ્વારા કોઈપણ વિકેટ માટે સૌથી વધુ ભાગીદારીનો રેકોર્ડ છે. અગાઉનો રેકોર્ડ કેએલ રાહુલ અને રોહિત શર્માના નામે હતો. 2017માં ઈન્દોરમાં શ્રીલંકા સામે 165 રનની ભાગીદારી થઈ હતી. તો બીજીતરફ ભારતની ઇનિંગની પાંચમી ઓવરના ત્રીજા બોલ પર અમ્પાયરે દીપક હુડાને LBW આઉટ કર્યો હતો. હુડાએ ડીઆરએસ લીધો અને ટ્રેકિંગમાં જોતા બોલ લેગ-સ્ટમ્પની બહાર પિચ થયો હતો. તેથી તેને રિવ્યૂએ બચાવી લીધો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).