Home Special આખરે ક્યારે આવશે નવાં દયાભાભી? : દયાની એન્ટ્રી માટે જેઠાલાલની અન્ન-જળનો ત્યાગ...

આખરે ક્યારે આવશે નવાં દયાભાભી? : દયાની એન્ટ્રી માટે જેઠાલાલની અન્ન-જળનો ત્યાગ કરવાની ધમકી, નવાં ‘દયાભાભી’ના આગમનનો તખતો તૈયાર?

Face Of Nation 17-06-2022 : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 2017થી દયાભાભી જોવા મળ્યાં નથી. દયાભાભીનો રોલ દિશા વાકાણી પ્લે કરતી હતી. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા હતી કે દિશા વાકાણી પરત ફરશે, પરંતુ થોડા દિવસો પહેલાં જ અસિત મોદીએ ચોખવટ કરી હતી કે દયાભાભીના પાત્રમાં દિશા વાકાણી જોવા મળશે નહીં. હવે નવી એક્ટ્રેસ આ રોલ ભજવતી જોવા મળશે. આ ચોખવટ બાદથી જ ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે નવાં દયાભાભી ક્યારે આવશે?
અસિત મોદીએ જ કહ્યું, ભવ્ય એન્ટ્રી થશે
શોમાં દયાભાભીની એન્ટ્રી ના થતાં ચાહકો ગુસ્સે થયા હતા અને સો.મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ જોઈને અસિત મોદીએ કહ્યું હતું, ‘આ તો સ્ટોરીની વાત છે. અમે આના પર કામ કરી રહ્યા છીએ, પરંતુ એ સમય લેશે. હું ચાહકોની લાગણીને સમજુ છું. દયાભાભી આવશે, પરંતુ તેઓ રાતોરાત આવશે નહીં. આગામી મહિનાઓમાં દયાભાભી જોવા મળી જશે અને બીજું ઘણું બધું જોવા મળશે. દયાભાભી છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યાં નથી, તેથી જ તેમની જબરદસ્ત રિએન્ટ્રી થશે.’
દયાભાભી પરત ફરશે એવી વાતો વહેતી થઈ હતી
જેઠાલાલ (દિલીપ જોષી)ની દુકાન ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’નું નવા રંગરૂપમાં ફરીથી ઉદઘાટન થવા જઈ રહ્યું છે. એના ઉદઘાટન પ્રસંગે જેઠાલાલનો આગ્રહ છે કે તેમની સાથે તેમનાં જીવનસંગિની દયા પણ હાજર હોય. આ વિશે જેઠાલાલને તેમનો સાળો સુંદર (મયૂર વાકાણી) ફોન પર કહે છે કે બહેન (દયાભાભી) મુંબઈ પરત ફરશે જ. આ વાતચીત દરમિયાન સિરિયલમાં એક મહિલા ચાલતી આવતી હોય એમ પણ બતાવવામાં આવ્યું હતું. આ સીન જોયા બાદ દર્શકોને લાગ્યું કે પાંચ વર્ષ બાદ તેમની આતુરતાનો અંત આવ્યો છે અને હવે સિરિયલમાં રોજ દયાભાભી જોવા મળશે, પરંતુ દર્શકોની આશા ઠગારી નીવડી અને તે કોઈ અજાણી સ્ત્રી નીકળી.
અન્ન-જળનો ત્યાગ કરીશ તો દર્શકો છેતરાયાં
સિરિયલની સ્ટોરી પ્રમાણે, સુંદરની આવી બનવાટથી જેઠાલાલ રોષે ભરાઈ ગયા હતા અને તેમણે ધમકી આપતાં કહ્યું હતું કે જો બે મહિનાની અંદર દયા મુંબઈ નહીં આવે તો તેઓ અન્ન-જળનો ત્યાગ કરશે. બીજીતરફ સુંદર-જેઠાલાલની વાતથી દર્શકો હવે નવાં દયાભાભી તરીકે કઈ એક્ટ્રેસ આવશે એ અંગે ઉત્સુક હતાં. જોકે સુંદરે ફરી એકવાર બનેવી જેઠાલાલને બનાવ્યા હતા. સુંદર દયાબેનને લાવ્યો જરૂરથી હતો, પરંતુ તે તેમનું કટઆઉટ લઈને આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).