Home Special તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા; ફાઇનલી સિરિયલમાં જોવા મળ્યાં ‘દયાભાભી’, ભાઈ સુંદરે...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા; ફાઇનલી સિરિયલમાં જોવા મળ્યાં ‘દયાભાભી’, ભાઈ સુંદરે જીજા જેઠાલાલને આપી ખુશખબરી; બહેન મુંબઈ આવશે એ પાક્કું છે?

Face Of Nation 07-06-2022 : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં છે. આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ આ શો છોડી દીધો છે. હવે આ શો દયાભાભીને કારણે ચર્ચામાં છે. સિરિયલનો એક પ્રોમો રિલીઝ કરાયો હતો. આ શોમાં દયાભાભીની એક ઝલક જોવા મળી હતી.
પરમ દિવસે બહેન મુંબઈ આવશે એ પાક્કું છે?
સિરિયલના પ્રોમોમાં દયાભાભીની એક ઝલક જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે, દયાભાભી ચાલતાં આવે છે, તેમનો પડછાયો દેખાય છે અને પછી તેમના પગ જોવા મળે છે. પછી તરત જ સુંદરનો અવાજ આવે છે કે બહેન જરૂરથી આવશે. બીજા સીનમાં જેઠાલાલ તથા સુંદર ફોન પર વાત કરે છે. સુંદર કહે છે કે તે જાતે બહેનને લઈને મુંબઈ આવશે. આ વાત સાંભળીને જેઠાલાલ પૂછે છે કે, તે મજાક નથી કરતો ને? આ સવાલના જવાબમાં સુંદર કહે છે તે સાચું બોલે છે અને પરમ દિવસે બહેન મુંબઈ આવશે એ પાક્કું છે. આ વચન છે. સુંદરની વાત સાંભળીને જેઠાલાલ ખુશ થઈ જાય છે.
દયાભાભીના પાત્ર માટે નવી એક્ટ્રેસ શોધી લીધી
દયાભાભીના પાત્રમાં દિશા વાકાણી હશે કે નહીં એ અંગે સસ્પેન્સ છે, કારણ કે દિશા વાકાણીએ થોડા સમય પહેલાં જ દીકરાને જન્મ આપ્યો છે. અસિત મોદીએ દયાભાભીના પાત્ર માટે નવી એક્ટ્રેસ શોધી લીધી છે. આ નવી એક્ટ્રેસ દિશા વાકાણીને ટક્કર આપે છે કે નહીં એ આગામી એપિસોડમાં ખબર પડી જશે.
અસિતે દયાભાભી પરત ફરશે હોવાનું કહ્યું હતું
મીડિયા ઇન્ટરવ્યુમાં અસિત મોદીએ કહ્યું હતું કે તેમની પાસે હવે દયાબેનના પાત્રને પરત ના લાવવા માટે કોઈ કારણ નથી. ખરી રીતે તો છેલ્લા થોડા સમયમાં બધાએ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. 2020-21નું વર્ષ દરેક લોકો માટે મુશ્કેલ રહ્યું છે. જોકે હવે પરિસ્થિતિ સુધરતી જાય છે. 2022માં કોઈ પણ સારા સમયે દયાબેનના પાત્રને સિરિયલમાં પરત લાવવામાં આવશે. દર્શકોને ફરી એકવાર જેઠાલાલ તથા દયાભાભી પોતાના મીઠા ઝઘડાથી એન્ટરટેઇન કરશે.
દિશા વાકાણી બે સંતાનની માતા
દિશાએ 2015માં મુંબઈના CA મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજદિન સુધી પાછી આવી નથી. ત્યાર બાદ 2022માં દિશા દીકરાની માતા બની હતી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).