Home News વિવાદિત મુદ્દો : પ્રેમ લગ્ન ગુનો નથી, ભાગીને લગ્ન કરવા એ...

વિવાદિત મુદ્દો : પ્રેમ લગ્ન ગુનો નથી, ભાગીને લગ્ન કરવા એ નમાલા લોકોનું કાર્ય છે !

Face Of Nation 12-03-2026 : પ્રેમ લગ્ન મામલે હાલ અનેક વિવાદો ઉઠી રહ્યા છે. જો કે પ્રેમ લગ્ન કરવા ગુનો નથી પરંતુ ભાગી જવું કે રાતોરાત ઘર છોડીને જતું રહેવું તે નમાલા લોકોનું કાર્ય છે. પ્રેમને હંમેશા અગ્નિપરીક્ષામાંથી પાસ થવું પડે છે અને જો તમે અગ્નિપરીક્ષામાંથી પાસ ન થઇ શકો તો પ્રેમ કરતા બે શરીરની ભૂખ વધારે છે તેમ કહી શકાય. વ્યક્તિએ તેનું વ્યક્તિત્વ જ એવું બનાવવું જોઈએ કે લગ્ન કરવા છોકરી કે છોકરાના માતાપિતા જોડે વાત પહોંચે તો “ના” શબ્દને સ્થાન જ ન મળી શકે પરંતુ આજકાલ દેખાદેખીમાં અંધ બની જતી છોકરીઓ ઝડપી નિર્ણય લઇ લે છે બાદમાં પસ્તાય છે. આજે ઘણા એવા કિસ્સાઓ છે કે જેમાં ભાગીને લગ્ન કર્યા બાદ યુવતીએ પસ્તાવવાનો વારો આવ્યો છે અને તેવા સમયે ઘરના સભ્યો કે સમાજના સભ્યો સાથ સહકાર આપતા નથી. જેટલા પ્રમાણમાં પ્રેમ લગ્નનું પ્રમાણ વધ્યું છે તેટલા પ્રમાણમાં જ છૂટાછેડાનું પ્રમાણ પણ વધી ગયું છે.
ગુજરાતમાં અનેક લોકો ભાગીને લગ્ન કરે છે કેમ કે આ લોકોને પરિવારની સહમતી નો ડર હોય છે. આ લોકોને એ ડર હોય છે કે, તેઓ પસંદ કરેલું પાત્ર ઘરના સભ્યો સ્વીકારશે નહિ. અહીં સવાલ એ જ થાય કે, પાત્ર જ એવું શું કામ પસંદ કરવું કે ઘરના સભ્યો તેને સ્વીકારે જ નહીં ! પાત્ર પસંદ પણ કરી લો તો એ એવું કેમ ન બની શકે કે ઘરના સભ્યો એને સ્વીકારવા “ના” કહી જ ન શકે. માતાપિતાએ બાળકનો ઉછેર ઘણા તડકા છાંયડા જોઈને કર્યો હોય છે તેથી દુનિયાદારીની તેમને બખૂબી સમજ હોય છે. માં બાપ ક્યારેય તેના સંતાન માટે ખરાબ પાત્ર વિચારતા નથી. દરેક માં બાપને તેમની દીકરી માટે ઉત્તમ પાત્ર મળે તેવી ઈચ્છા હોય છે અને તે ઈચ્છા અનુસાર જો દીકરી પાત્ર ન શોધી શકે તો તેને ભાગીને સંસાર માંડવા સિવાય કોઈ વિકલ્પ જ હોતો નથી તેવામાં યુવતીને ભગાડી જનાર યુવક નમાલો અને નામર્દ કહેવાય કે પોતે એટલી લાયકાત નથી ધરાવતો જેથી યુવતીના પરિવારજનો તેને સ્વીકારી શકે. વ્યક્તિએ એ બાબતે વિચારવું જોઈએ કે એવી કઈ બાબત છે કે જેનાથી હું છોકરીનો હાથ માંગવા તેના પરિવાર પાસે જઈશ તો મને “રિજેક્શન”નો સામનો કરવો પડશે અને જો વિચાર ન કરી શકે તો તે પોતે પાંગળું વ્યક્તિ છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

માંના ધામમાં માંસાહાર, પાખંડ વધ્યો : ગિરનાર અંબાજી મંદિરમાં દારૂ-ચિકન પાર્ટી !

કાલુપુર સ્વામિ. મંદિરના વધુ એક સાધુનું સંસારમાં પ્રયાણ, વિડીયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો !

“સંપ્રદાય”ની આડમાં “ધિરાણ” : સ્વા. કાલુપુર મંદિરના મહંત પી.પીનો “નાણાં ધિરાણ”નો ચોપડો !