Face Of Nation 12-01-2026 : દેશહિતની વાત કરવી અને દેશહિતના કાર્યો કરવાની જવાબદારી માત્ર નેતાઓએ નથી લીધી. આ માટેની મુખ્ય જવાબદારી પહેલા નાગરિકોની છે. ભ્રષ્ટાચાર સહીત દેશમાં પ્રજાના હિત વિરુદ્ધ થતી કામગીરી સામે પ્રજાએ જ અવાજ ઉઠાવવો પડશે. જેના માટે અમે ભારતમાં પ્રથમવાર દેશહિતમાં પ્રજા માટે એક એવો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ જે આજદિન સુધી કોઈ મીડિયાએ કરવાની હિંમત કરી નથી. ભારત સિવાય અન્ય દેશો એટલા આગળ છે જેનું મુખ્યકારણ એ છે કે, ભારત સિવાયના દેશોમાં ક્યારેય પ્રજાનો પૈસો વેડફવામાં કે ખોટા ખર્ચ માટે થતો નથી. રાજકીય પ્રચાર પ્રસાર કે મીડિયાને જાહેરાતો આપવા માટે ક્યારેય પ્રજાના નાણાં વેડફવામાં આવતા નથી. સરકાર અને તંત્રને પ્રજાના પૈસાનો બેફામ વ્યય અટકાવવા માટે પ્રજાએ જ પહેલ કરવી પડશે. જો નેતાઓની આંખો ખુલશે અને પ્રજા પ્રચંડ બહુમત સાથે આ કાર્ય કરશે તો ભારતમાં પ્રજાની જીત અને એક નવો ઇતિહાસ લખાશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. અમે આ પ્રયાસના ભાગરૂપે અહીં એક અરજી રજૂ કરી રહ્યા છીએ. ભારતદેશની જનતા તરીકે તમે તેને પોતાની નૈતિક જવાબદારી સમજીને એક કાગળ ઉપર પ્રિન્ટ કરાવી નીચે જણાવેલ સરનામે પોસ્ટ મારફતે મોકલી આપો. આપનો આ એક પ્રયાસ કે કાગળ ભારત દેશને એક ઐતિહાસિક બદલાવ તરફ દોરી જશે જેનાથી પ્રજાને સૌથી મોટો ફાયદો થશે. મીડિયા તરીકે અમે અમારી જવાબદારી નિભાવવા આગળ આવ્યા છીએ હવે પ્રજા તરીકે તમે તમારી નૈતિક જવાબદારી નિભાવવા આગળ આવો. અમે વિનંતી કરીએ છીએ કે, ક્યારેય કોઈ વ્યક્તિ એમ ન સમજે કે અમારી એક અરજીથી કે આ બધાથી શું ફર્ક પડવાનો છે. જો તમે દેશનું ભલું ઇચ્છતા હોવ તો દેશ હિતમાં આ અરજી કરજો અને બીજી વધારે પ્રિન્ટ કાઢીને અન્યને પણ આ અરજી કરવા પ્રોત્સાહિત કરજો. અરજી નીચે પ્રમાણે છે. જેની ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢીને અરજીમાં જણાવેલ સરનામે પોસ્ટ કરવી.


(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://chat.whatsapp.com/B70iYWBxAMHJhA5Bgpo5hU આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે વધુ એક સાચા સાધુઓના સમૂહનો ભોગ લીધો !
ભક્તો આનંદો ! : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના દાન-ધર્માદાના પૈસે લાલજીનું બાલીમાં “હનીમૂન” થયું ?



