Home News કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના રામ સ્વામીને મહિલા સાથે સબંધ બંધાયો, પકડાયા અને ભાંડો...

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના રામ સ્વામીને મહિલા સાથે સબંધ બંધાયો, પકડાયા અને ભાંડો ફૂટ્યો !

Face Of Nation 25-02-2026 : સી.ડી કાંડમાં જેમનું નામ ઉછળ્યું હતું તે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત નાના પી.પી.સ્વામી અને તેના શિષ્યોના કાળા કરતૂતો અનેક વાર પ્રકાશમાં આવે છે. આ મહંતના ચેલાઓએ હંમેશા હરિભક્તોની મહિલાઓ ઉપર જ નજર બગાડી છે. જેમાં ચેતન સ્વામી, વ્રજ સ્વામી અને હવે રામ સ્વામીનું નામ પ્રકાશમાં આવ્યું છે. આ તમામ સાધુઓએ મંદિરમાં રહીને પૈસો ભેગો કર્યો અને હવે જલસાથી સાંસારિક જીવન ભોગવી રહ્યા છે પરંતુ આચાર્યના ચાર હાથ હોવાથી જ્યાં સુધી મોટી ઘટના ન ઘટે ત્યાં સુધી તેમને કશું થતું નથી. આચાર્ય અને લાલજી ખુદ રંગીન મિજાજના હોવાથી તેઓને એવા જ સાધુઓ ગમે છે જેઓ કોઈ કાંડથી ખરડાયેલા હોય. કેમ કે, આવા સાધુઓ આચાર્ય કે લાલજીની લંપટ લીલાઓ સામે અવાજ ઉઠાવી શકવાના નથી અને એટલે જ આ કૌશલેન્દ્ર પાંડેએ આજદિન સુધી સંપ્રદાયમાંથી અનેક સાચા સાધુઓને કાઢી મુક્યા છે અને લંપટોને છાવર્યા છે. લાલજી ખુદ હનીમૂન કરવામાં વ્યસ્ત છે અને આ બધું નિહાળી રહેલા અંધ ભક્તો ભોજનમાં વ્યસ્ત છે તેથી ધર્મની આડમાં પાખંડ ફુલ્યું ફાલ્યું છે. આ બધી ઘટનાઓથી આચાર્ય કે લાલજીને કશું શરમ જેવું પણ રહ્યું નથી. આ બંને બાપદીકરા હવે શરમ વિનાના થઇ ગયા છે. તાજેતરમાં કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક લંપટ સાધુનું કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદના બાપુનગરની એક મહિલા સાથે પ્રેમ પ્રકરણમાં પકડાયેલા રામ સ્વામી નામના સાધુને મહિલાના પરિવારજનો પોરડા સ્વામિનારાયણ મંદિર ખાતે લઇ ગયા હતા. જ્યાં તેને તેના કરતૂતો બદલ મેથીપાક આપવામાં આવ્યો હતો. જો કે સંપ્રદાયના અન્ય સાધુઓએ તેનો બચાવ કરતા તેને કાઢી મુકવામાં આવ્યો હતો. બાદમાં આ સમગ્ર કાંડ બહાર આવતા મંદિર તંત્રએ પ્રેસ નોટ જાહેર કરી તેમને કાઢી મુક્યાનું રટણ શરૂ કર્યું હતું પરંતુ હકીકત કંઈક જુદી જ હતી.

(જે વીડિયોમાં દેખાય છે તે પોરડા સ્વામિનારાયણ મંદિરનો ફોટો)

તાજેતરમાં રામ સ્વામી અમદાવાદની બાપુનગરની એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને આ મહિલાએ તેના રૂપ અને શરીરના મજબુત બાંધામાં રામ સ્વામીને બાંધી દીધા હતા. આ તમામ વાત મહિલાના પરિવારજનોને ખબર પડતા તેઓએ છટકું ગોઠવીને રામ સ્વામીને એક હોટેલમાં બોલાવ્યો હતો અને સ્ત્રી સાથે તેને રંગેહાથ પકડી ગાડીમાં અન્ય સ્થળે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં રામ સ્વામી નામના લંપટ સાધુને પરિવારજનોએ ઢોર માર માર્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આ બાબતે પરિવારજનોએ અન્ય સાધુઓને સંપર્ક કરીને બોલાવ્યા હતા અને સંપ્રદાયનું નામ ન બગડે તે માટે તેને કાઢી મુક્યો હતો. આ મહિલા પાછળ રામ સ્વામી લાખ્ખો રૂપિયા ખર્ચ કરતો હતો. તેને મોંઘા ફોનની ભેટો પણ આપી હતી. જો કે, રામ સ્વામીને એવું હતું કે, સાધુની આડમાં પૈસો મળી જાય અને રાત પડે સ્ત્રી સુખ મળી જાય છે એટલે તમામ બાબતોમાં તે પોતાને સુરક્ષિત મહેસુસ કરી રહ્યો હતો અને ઘણા સમયથી આ બધું આયોજનબદ્ધ પાર પડી રહ્યું હતું. સંપ્રદાયમાં પણ વધતું માનપાન અને તેમનો ભક્તિનો દેખાડો તેમની ઉપર કોઈ ખોટા વિચારો કરી શકે નહીં તે માટે પૂરતું હતું. જો કે પરિવારજનોને ખબર પડી જતા સમગ્ર બાબતે ભાંડો ફૂટતા રામ સ્વામીએ પેન્ટ ટી શર્ટ પહેરીને મંદિરનો ત્યાગ કરીને અજ્ઞાત સ્થળે આસરો લેવાનું મુનાસીબ માન્યું છે. લંપટ રામના ગુરુ પણ અગાઉ સેક્સ સિડી કાંડમાં સપડાયેલા હોવાથી તેણે રામને એવું પણ આશ્વાસન આપ્યું હતું કે, મારી જેમ તને પણ આ બધું ઠંડુ પડી ગયા બાદ પરત લઇ લઈશું.
ફેસ ઓફ નેશને આજથી દસેક વર્ષ અગાઉ કોટેશ્વરના રામ સ્વામીના સંપ્રદાયની એક સ્ત્રી સાથેના સબંધો અંગેનો સનસનીખેજ અહેવાલ પ્રસારિત કર્યો હતો. મંદિરમાં આવતી એક સ્ત્રી સાથે કથા કરતા કરતા લંપટ રામ સ્વામીની આંખ લાગી ગઈ જતી અને ત્યારબાદ યેન કેન પ્રકારે તેના સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ લીલા શરૂ થઇ હતી. આ પ્રેમ લીલા બંને વચ્ચે શારીરિક સબંધો સુધી પહોંચી ગઈ હતી. નિયમિત ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઈટ સુધીના મેસેજીસ સહીત આઈ લવ યુ અને આઈ મિસ યુ સુધીના મેસેજીસની આપ લે બંને વચ્ચે થતી હતી. જો કે આશ્વર્યજનક બાબત એ છે કે, આ એક પહેલી સ્ત્રી નથી કે જેના મોહમાં રામ સ્વામી આવ્યો હોય. સંપ્રદાયના જ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સેક્સ ભૂખ્યા રામ સ્વામીએ સંપ્રદાયની જ સ્ત્રી સાથે સબંધ બાંધ્યા અને અંતે તે જ સ્ત્રીના પરિવારજનોને ખબર પડતા સમગ્ર ભાંડો ફૂટ્યો અને ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડ્યો ! જો કે, અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત નાના પીપી સ્વામીના જ શિષ્ય રામ સ્વામીના આ કરતૂતો બહાર આવે તે માટે જેતલપુરના પીપી સ્વામીએ અથાગ પ્રયાસો કર્યા અને આખરે જેતલપુરમાં ઉત્સવ શરૂ થાય તે પહેલા જ રામ સ્વામીનો ભાંડો ફૂટ્યો તે વાત પણ ચર્ચા સ્થાને છે.
કથાની વ્યાસપીઠે બેસનાર લંપટ રામ સ્વામીની નજર સારી નહોતી. તેની ચુંગાલમાં અનેક સ્ત્રીઓ આવી ચુકેલી છે. ફેસ ઓફ નેશને અગાઉ રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર સ્વામિનારાયણ મંદિરમાં એક યુવતી આવતી હતી જેની સાથે રામ સ્વામીના સંપર્ક હતા. હરિભક્તની જ દીકરી એવી આ યુવતીને રામ સ્વામીએ અનેક મેસેજો કર્યા હતા. જે તમામ મેસેજો આ યુવતીએ ફેસ ઓફ નેશન સમક્ષ રજૂ કર્યા હતા. બાદમાં અમેરિકામાં પણ રામ સ્વામીએ એક મહિલાને પ્રેમના નામે ફસાવી હોવાની વાત બહાર આવી હતી. અમેરિકામાં કથા કરવા જતા મંદિરમાં જ એક હરિભક્તની વહુ સાથે આંખ લાગી જતા મંદિરમાં જ તેની સાથે વાતચીત કરતા અને બાથમાં લઇ લિપ કિસ કરતા અન્ય એક હરિભક્ત જોઈ ગયા હોવાથી તેમને ઠપકો આપ્યો હતો. આચાર્યની મધ્યસ્થીથી સંપ્રદાયની અને હરિભક્તની આબરૂના ડરે આ વાત દબાવી દેવામાં આવી હતી અને આ વાત સંપ્રદાયના સાધુઓમાં પણ ચર્ચા સ્થાને હતી. રામ સ્વામી ભગવા વસ્ત્રની આડમાં છુપાયેલો શૈતાન હતો. જેણે અનેક યુવતીઓ અને મહિલાઓને તેની જાળમાં ફસાવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

ભક્તો આનંદો ! : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના દાન-ધર્માદાના પૈસે લાલજીનું બાલીમાં “હનીમૂન” થયું ?

તસ્વીર બોલે છે : ધર્મ સત્તા કરતા રાજ સત્તા મોટી છે !