Home News ઉશ્કેરણી બાદ આચાર્ય કૌશલેન્દ્રની ડંફાસ, “બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો...

ઉશ્કેરણી બાદ આચાર્ય કૌશલેન્દ્રની ડંફાસ, “બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ”

Face Of Nation 03-03-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પાંડેનો હરિભક્તોને ઉશ્કેરણીનો વિડીયો વાયરલ થયો હતો. તેવામાં 28 ફેબ્રુઆરીએ બનાસકાંઠાના દીઓદરમાં આચાર્યએ વધુ એક ડંફાસ મારી હતી. જેને ઉપસ્થિત હરિભક્તોએ તાળીઓથી વધાવી હતી. આ ચિત્ર જ કહી જાય છે કે, હવે કળિયુગ છે જ્યાં પાખંડ જ પૂજાશે. કૌશલેન્દ્રએ વાયરલ થયેલા વિડીયો અંગે જણાવ્યું હતું કે, “ભલે વધારે થોડું વધારે યુટ્યુબમાં આવશે, બીજું શું થશે. બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ” આ નિવેદન આપતા આપતા અટ્ટહાસ્ય કરતા આચાર્યના ચહેરા ઉપર સહેજ પણ શરમ દેખાતી નહોતી. બનાસકાંઠાના દિયોદર ખાતે તારીખ 28 ફેબ્રુઆરીના રોજ એક કથામાં હાજર રહેલા આચાર્ય કૌશલેન્દ્ર પાંડેએ આ નિવેદન આપ્યું હતું. જેમની સાથે રામ સ્વામીના ગુરુ અને કાલુપુર મંદિરના મહંત નાના પી.પી. સ્વામી પણ હાજર હતા. નોંધનીય છે કે, આ કથા રામ સ્વામીના વક્તા પદે યોજાવાની હતી પરંતુ રામ સ્વામી યુવતી સાથે પકડાતા તેને કાઢી મુકવામાં આવ્યો હતો અને બાદમાં આ કથા સ્થાને નારાયણઘાટ મંદિરના મહંત સત્યસંકલ્પ સ્વામીને બેસાડવામાં આવ્યા હતા.

ફેસ ઓફ નેશને જયારે આચાર્યના નિવેદન અંગે કાલુપુરના જ એક સ્વામીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે નામ ન લખવાની શરતે એક સરસ વાત કહી હતી. તેમને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેઓએ જણાવ્યું કે, “વિડીયો વાયરલ થાય અને નામ બગડે તો તેનો ફર્ક સામાન્ય માણસને કે નાના માણસને પડે. તે માણસ ચિંતામાં આવી જાય કે પછી તેને શરમ અનુભવાય પરંતુ મોટા માણસો, ધર્મના ગાદીપતિઓ કે રાજકારણીઓને રોજ આવા વિવાદો થાય તો’ય પેટનું પાણી ના હાલે કેમ કે તેઓના અનુયાયી આ બધું જોતા નથી અને આવા વિવાદ બાદ તેઓ થોડો સમય જાહેરમાં નહિ આવે પછી જૈસે થે.” આ સાધુની વાત એકદમ સાચી હતી કેમ કે, કૌશલેન્દ્ર પાંડેએ જ આ વાતની સત્યતાની સાબિતી પુરી દીધી. જાહેરમાં અનુયાયીઓને ઉશ્કેર્યા બાદ અઠવાડિયામાં જ એવું નિવેદન આપ્યું કે જેનાથી સ્પષ્ટ થાય કે આ લોકોને શરમ જેવું કશું છે જ નહીં. ગુજરાતીમાં એક કહેવત છે, “નાગા કુલે નગારા”. આ કહેવત આ કૌશલેન્દ્ર પાંડેને બંધબેસે છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ખેર ! હાલ તો આચાર્ય નેતાઓ અને અધિકારીઓ સાથે મિટિંગમાં વ્યસ્ત હશે અથવા તો ભલામણો કરવામાં વ્યસ્ત હશે કે, જેણે આ વિડીયો વાયરલ કર્યો તેની વિરુદ્ધ પોલીસ કેસ કરી ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં ફિટ કરી દો અને સંપ્રદાયને બદનામ કરવાનું કાવતરું હોવાનું ચિત્ર ઉભું કરો એટલે આપડું બધું દબાઈ જાય. આચાર્યને નેતાઓ અને અધિકારીઓનું પીઠબળ છે એટલે જ જાહેરમાં આવી ડંફાસો મારે છે અને અટ્ટહાસ્ય કરે છે.
ગત તારીખ 22 ફેબ્રુઆરી, રવિવારના રોજ ગાંધીનગર કલોલ હાઇવે ઉપર આવેલા જમિયતપુરા ખાતે સમૈયો ઉત્સવનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં સમૈયો કાર્યક્રમમાં સમિતિ સભ્ય કે સ્વંય સેવક તરીકે સેવા આપી હોય તેવા ખાસ અનુયાયીઓને એકઠા કરવામાં આવ્યા હતા. જ્યાં જાહેરમાં આચાર્ય કૌશલેન્દ્ર પાંડેએ ઉપસ્થિત લોકોને ઉશ્કેર્યા હતા. એકાદ કલાકના પ્રવચન દરમ્યાન કૌશલેન્દ્રએ માત્ર ઉપસ્થિત લોકોને ઉશ્કેરવાની અને વિરોધીઓની જ વાતો કરી હતી. ધાર્મિક અને સત્સંગની વાતો બાજુમાં રાખીને હાજર લોકોને ઉશ્કેર્યા અને કહ્યું કે, “ફરિયાદી નહિ, તહોમતદાર બનો. પોલીસથી હું બચાવી લઈશ”. રાજકીય પાવર જાણે કે આચાર્યના ખિસ્સામાં હોય તેમ ઉપસ્થિત લોકોને “પોલીસથી હું બચાવી લઈશ” તેવી ડંફાસ મારીને કાયદા અને તંત્રના લીરેલીરા ઉડાડ્યા હતા. આ વિડીયો વાયરલ થયા બાદ હરિભક્તોએ ભારે ફિટકાર વરસાવ્યો હતો. જો કે આટલે થી આચાર્યને જાણે કે કોઈ ફેર જ ન પડ્યો હોય તેમ તાજેતરમાં દિયોદરમાં હરિભક્તોને સંબોધતા જણાવ્યું કે, “બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ”. ખરેખર આવા ધર્માચાર્યો ધર્મની આડમાં તેમના પાખંડ જ પાથરે છે અને આંધળા હરિભક્તો તે પાખંડને પૂજે છે. આ એવા હરિભક્તોનો સમુદાય છે જે સમુદાયમાંથી જ સાધુઓ યુવતીઓને ભગાડી જાય છે છતાં મહિલાઓના ટોળેટોળા આચાર્ય, લાલજી અને સાધુઓની સભામાં ઉમટી પડે છે. જે ખુબ જ શરમજનક કહેવાય.
આચાર્ય, લાલજી અને ગાદીવાળા (આચાર્યની ધર્મપત્ની) આ ત્રણેયે ભેગા મળીને સમગ્ર સંપ્રદાયને વેરવિખેર કરી નાખ્યો છે. આ બહુ કડવી વાત છે પણ નગ્ન સત્ય છે. હજુ લાલજી સાધુઓના પડખે છે અને સાધુઓની કિંમત કેટલાક અંશે સમજે છે પરંતુ આચાર્ય તો જાહેરમાં સાધુઓની આબરૂના લીરેલીરા ઉડાડી રહ્યા છે તેથી મોટાભાગના સાચા અને તટસ્થ હરિભક્તો અને સાધુઓ અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા છે કે, તેજેન્દ્રપ્રસાદે વિકસાવેલા કાલુપુર સંપ્રદાયનો પુત્ર, પુત્રવધુ અને પૌત્રએ “દાટ” વાળ્યો ! સંસ્થાના હરિભક્તોથી લઈને તમામ સંતો તેજેન્દ્રપ્રસાદ મહારાજના કાર્યકાળની ખોબલે ને ખોબલે પ્રશંસા કરી રહ્યા છે. જો કે હાલમાં સંપ્રદાયની પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. કોઈ સાચા કે સારા સાધુઓ નથી કે કોઈ સારા સાચા હરિભક્તો પણ નથી. જેને લઈને આચાર્ય જાણે કે બેફામ બની ગયા છે. જાહેરમાં પોતાના પદને ન શોભે તેવો વાણીવિલાસ કરવો અને ભક્તો તેને તાળીઓના ગળગળાટ સાથે વધાવે આ ચિત્ર કેટલું યોગ્ય છે ? શું આ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો છે ? શું હિંસા કરવી એ સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન છે ? આચાર્યના દરવાજે નેતાઓ પગે લાગવા આવે છે અને આચાર્યને શૂરાતન ચઢે છે કે, રાજકારણ અને સરકારી તંત્ર તો મારા ખિસ્સામાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

સપ્ટેમ્બર મહિનામાં રામ અને મુનિ સ્વામી પેન્ટ શર્ટ પહેરી પાનના ગલ્લે દેખાયા !, કાલુપુર સ્વા. સંસ્થાનો વાહિયાત ખુલાસો

કલોલ ગુરુકુળ ટાર્ગેટ ! : આચાર્યની આસારામવાણી, હરિભક્તોને ઉશ્કેર્યા, “તહોમતદાર બનો, પોલીસથી હું બચાવીશ”