Face Of Nation 23-01-2026 : સત્તા સ્થાને બેઠેલા અધિકારીઓ અને નેતાઓની ભ્રષ્ટાચાર કરવાની રમત ગજબ પ્રકારની છે. કોઈ પણ કામકાજો કરવા ઉતાવળ કરવાની અને બાદમાં ત્યાં ખોદકામ કરીને બીજા પૈસા વેળફવાના. ખેડાના ઠાસરામાં અધિકારીઓની અણઆવડતનો એક ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. સ્થાનિકોએ ફેસ ઓફ નેશનને રજુઆત કરતા જણાવ્યું કે, ઠાસરા નગરમાં અમૃત 2.0 અંતર્ગત પાણી સપ્લાય લાઇનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ અગાઉ તમામ વિસ્તારોમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા. પાણીની લાઇનનું કામ જે કંપની દ્વારા કરવામાં આવશે તે કંપની દ્વારા પેવર બ્લોકનું રીપેરીંગ કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હોવા છતાં આજદિન સુધી પેવર બ્લોક રીપેરીંગ કરવામાં ન આવ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. તંત્રની આ એક મુર્ખામી કહેવાય કે, પહેલા બ્લોક નાંખો પછી તેને ખોદીને લાઈનો નાખી ફરી પાછા બ્લોક રીપેર કરવામાં આવે. બ્લોક નાખ્યા પહેલા પાણીની લાઈનો કે અન્ય લાઈનો નાખી દેવામાં આવે તો વારે વારે થતા ખર્ચ બચાવી શકાય પરંતુ ભ્રષ્ટાચારને કારણે કદાચ તે શક્ય નથી.
ખેડાના ઠાસરામાં પાણીની લાઈન માટે ખોદી નાખવામાં આવેલા પેવર બ્લોક ફરીથી યોગ્ય રીતે ફિટિંગ કરવામાં ન આવતા પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અનેકવાર નાગરિકોએ તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. પાણીની લાઈન જે એજન્સી દ્વારા નાખવામાં આવી રહી હતી તે એજન્સી દ્વારા પણ આ ફિટિંગ મામલે હાથ અધ્ધર કરી દેવામાં આવ્યા છે. જેને લઈને લાખ્ખોના ખર્ચે નાખવામાં આવેલા પેવર બ્લોક નકામા થઇ ગયા છે. પ્રજાને આશા છે કે કોઈ આવીને આ પેવર બ્લોકનું કામકાજ કરી તેને યોગ્ય ફિટિંગ કરે પણ કદાચ નઘરોળ તંત્ર અને અધિકારીઓને માત્ર ભ્રષ્ટાચારમાં જ રસ છે. પ્રજાકીય કામોથી તેઓ દૂર ભાગે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
વિવાદની પડદા પાછળની કહાની : સત્તા વિરોધી નિવેદનો શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ભારે પડ્યા !
અનાર પટેલ એટલું નબળું વ્યક્તિત્વ નથી જેને રાજકારણમાં આવવા માટે સામાજિક હોદ્દાની જરૂર પડે !



