Home Uncategorized ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, પાંચ વર્ષ બાદ ફરી નેતાઓ પ્રજાના દરવાજે...

ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, પાંચ વર્ષ બાદ ફરી નેતાઓ પ્રજાના દરવાજે દેખાશે !

Face Of Nation 07-03-2026 : પ્રજાના દરવાજે પાંચ વર્ષ બાદ ફરીથી નેતાઓ દેખા દેશે. ફરીથી ઠાલા વચનો આપશે અને પ્રજાને ભરમાવશે. લોભામણી જાહેરાતો અને કરેલા કામો દેખાડીને મત માટે ભીખ માંગશે. સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત ગમે ત્યારે થઇ શકે તેમ છે. માર્ચ મહિનાના અંત સુધીમાં અથવા તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં રાજ્ય ચૂંટણીપંચ સમગ્ર ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરે તેવી શક્યતા છે. રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની ટર્મ પૂર્ણ થઇ ચુકી છે. જેની ચૂંટણી યોજાવવાની તૈયારી છે. આ તૈયારીઓને પગલે નેતાઓએ પ્રજાના સંપર્કો શરૂ કરી દીધા છે સાથે જ ઉમેદવારી માટે દાવેદારોએ પણ દોડધામ શરૂ કરી દીધી છે. રાજકીય પક્ષોમાં પણ ચૂંટણીને લઈને ધમધમાટ શરુ થઇ ગયો છે.
રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી માટે અનામત 10% થી વધારીને 27% કરવામાં આવી છે. આ ફેરફારને કારણે જે બેઠકો અત્યાર સુધી સામાન્ય કેટેગરી હતી ત્યાં હવે ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બેઠકોનું ત્રીજું રોટેશન અમલમાં આવનાર હોવાથી અનેક વર્તમાન ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાની પરંપરાગત બેઠકો ગુમાવવી પડશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી 9 મહાનગરપાલિકાઓમાં પ્રથમવાર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. જેમાં નડિયાદ, સુરેન્દ્રનગર, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, પોરબંદર અને મહેસાણાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં સિમાંકન પ્રક્રિયા પુરી કરીને વોર્ડની રચના અંગે જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

“સંપ્રદાય”ની આડમાં “ધિરાણ” : સ્વા. કાલુપુર મંદિરના મહંત પી.પીનો “નાણાં ધિરાણ”નો ચોપડો !

પાખંડનું સામ્રાજ્ય ? : સેક્સકાંડના આરોપી મહંત, આચાર્યની ઉશ્કેરણી, પુરુષો પગમાં અને મહિલાઓ સાધુ સાથે સંસારમાં !

જુઓ ફોટા : ગુજરાતનો કુદરતી ભૂકંપ અને ઈરાનનો માનવસર્જિત ભૂકંપ : બંનેના સરખા દ્રશ્યો