Home Gujarat વિશેષ શણગાર : રથયાત્રા માટે ભગવાનના વાઘા તૈયાર; સોનેરી કલરના વસ્ત્રોમાં ટીકી...

વિશેષ શણગાર : રથયાત્રા માટે ભગવાનના વાઘા તૈયાર; સોનેરી કલરના વસ્ત્રોમાં ટીકી વર્ક, રેશમ વર્ક, સાથે-સાથે ભગવાને પ્રિય એવા મોરલાની બોર્ડર!

Face Of Nation 21-06-2022 : જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમાસથી લઈને ત્રીજ સુધી ભગવાને વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે. આથી છેલ્લા 2 મહિનાથી ભગવાના વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ભગવાન સોનેરી વસ્ત્રો અને રાજાશાહી ઠાઠથી નગરચર્યા પર નીકળશે.
ભગવાનનું બખ્તર મોતી વર્કનું બનાવવામાં આવ્યું
સોનેરી કલરના વસ્ત્રોમાં ટીકી વર્ક, રેશમ વર્ક, સાથે-સાથે ભગવાને પ્રિય એવા મોરલાની બોર્ડર કરવામાં આવી છે. આ વખતે ભગવાનના મુકુટ ઓરિજનલ જરદોશી વર્કના છે, જે રાજા-મહારાજાઓ પહેરતા હતા, તેવી રીતે સજાવવામાં આવ્યા છે. ભગવાનનું બખ્તર મોતી વર્કનું બનાવવામાં આવ્યું છે. મુકુટને ડાયમંડ હેન્ડવર્ક, રેશમ અને કસવ વર્કથી શણગારવામાં આવ્યો છે. તો બીજીતરફ વાઘા બનાવતા સુનિલભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા 18 વર્ષથી અમે ભગવાનના વાઘા બનાવીએ છીએ, જેમાં અમારો પરિવાર પણ મહેનત કરે છે. અખાત્રીજથી જ ભગવાનના વાઘા બનવાવની શરૂઆત કરીએ છીએ, જે જેઠ વદ અગિયારસ સુધી ચાલે છે.
વાઘા માટે કપડું વૃંદાવન અને સુરતથી લવાયું છે
આ વખતે મુકુટમાં ખાસ વિશેષતા છે, તેનું વર્ક ખૂબ જ સુંદર કરવામાં આવ્યું છે. સાથે-સાથે બહેન સુભદ્રાજી માટે પર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન રથ પર બિરાજમાન થાય ત્યારે અને સિંહાસન પર બિરાજે ત્યારે એમ અલગ-અલગ વાઘા તૈયાર કરાયા છે. વાઘા માટેનું કપડું મથુરાના વૃંદાવન, સુરત જેવા શહેરોમાંથી લાવવામાં આવે છે, જેના પર ડાયમંડ, મોતી, રેશમ, કસબ, ગોટાપટ્ટી,ખાટલી વર્ક જેવા વિવિધ વર્ક કરવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).