Home Uncategorized ચીને કહ્યું-મહિનામાં એક જ વાર કોવિડ ડેટા જાહેર કરીશું, દુનિયામાં 66 કરોડ...

ચીને કહ્યું-મહિનામાં એક જ વાર કોવિડ ડેટા જાહેર કરીશું, દુનિયામાં 66 કરોડ 24 લાખથી વધુ કેસ!

Face Of Nation 26-12-2022 : ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ મેનેજમેન્ટે મંગળવારે કહ્યું હતું કે તે મહિનામાં માત્ર એક જ વાર કોવિડ ડેટા જાહેર કરશે. સેન્ટર અનુસાર, કોવિડ હવે બી કેટેગરીની બીમારીમાં સામેલ છે, આથી રોજ ડેટા આપવો જરૂરી નથી. આ વચ્ચે ન્યૂયોર્ક ટાઈમના એક રિપોર્ટ અનુસાર, ચીનની મોટા ભાગની હોસ્પિટલમાં સ્ટાફની પણ ખોટ વર્તાઈ રહી છે. કેટલીક હોસ્પિટલ એવી છે, જ્યાં પહેલા 15 લોકોનો સ્ટાફ હતો, હવે માત્ર 2 કે 3નો રહી ગયો છે. તો બીજીતરફ દુનિયામાં અત્યારસુધી 66 કરોડ 24 લાખ 16 હજાર 471 કેસ સામે આવ્યા છે. 11 જાન્યુઆરી 2020ના રોજ ચીનના વુહાનમાં 61 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. દુનિયામાં કોવિડથી આ પહેલું મોત હતું. ત્યાર પછી ઘટના વધવા લાગી છે. અત્યારસુધીમાં 66 લાખ 87 હજાર 746 મોત થઈ ચૂક્યાં છે.
કોવિડ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી વધુ કંઈ નથી
સમાચાર એજન્સી રોઇટર્સે ચીનના સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને એક રિપોર્ટ જાહેર કર્યો છે. એમાં કહેવામાં આવી રહ્યું છે કે કોવિડને બી કેટેગરીમાં એટલે રાખેલું છે, કારણ કે એ વધુ ખતરનાક નથી અને આથી રોજ ડેટા આપવો જરૂરી નથી.કોવિડ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી વધુ કંઈ નથી. ચીને વધુ એક પગલું ભર્યું છે. હવે આઠમી જાન્યુઆરીથી અન્ય દેશોમાંથી ચીન આવનારા લોકોને ક્વોરન્ટીન થવાની જરૂર રહેશે નહીં. અગાઉ શી જિનપિંગ સરકારે પણ તેની તમામ આંતરરાષ્ટ્રીય સરહદો ખોલવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો એવા લોકોને થશે, જેઓ અન્ય દેશોમાં છે અને દેશમાં પરત ફર્યા બાદ તેમના પરિવારજનોની સુખાકારી જાણવા માગે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).