Home Crime પ્રેમ સબંધ; સરદારનગરની 15 વર્ષીય સગીરા પર ઇન્ટાગ્રામથી સંપર્કમાં આવેલા યુવકે નરોડા...

પ્રેમ સબંધ; સરદારનગરની 15 વર્ષીય સગીરા પર ઇન્ટાગ્રામથી સંપર્કમાં આવેલા યુવકે નરોડા ગામના મીની કાંકરીયામાં અનેક વખત આચર્યું દુષ્કર્મ!

Face Of Nation 22-06-2022 : સરદારનગર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા બનાસકાંઠાના એક યુવકના ઇન્ટાગ્રામથી સંપર્કમાં આવી હતી. દરમિયાનમાં બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. 20 વર્ષીય યુવક અમુક મહિનાથી સગીરાને નરોડા ગામમાં આવેલા મીની કાંકરીયામાં લઇ જતો અને દુષ્કર્મ આચરતો હતો. આરોપી ગત 16 જુને તેને કાંકરીયાની બહાર મુકી ભાગી ગયો હતો. સગીરા પોલીસને મળતા તેમણે તેને નારી સંરક્ષણગૃહમાં મોકલી આપી હતી. આ અંગે સરદારનગર પોલીસે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોધી આરોપીની ધરપકડ કરી હતી.
‘ફોઇના ઘરે જઉં છું કહીને’ ઘરેથી સવારે નિકળી હતી
શહેરના સરદારનગર વિસ્તારમાં 40 વર્ષીય મહિલા તેના પતિ અને 15 વર્ષની દિકરી સાથે રહે છે. તેણે ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે બાદમાં અભ્યાસ છોડી દીધો હતો. સગીરા તેના ‘ફોઇના ઘરે જઉં છું કહીને’ ગત 16મી જુને ઘરેથી સવારે નિકળી હતી. પતિ-પત્ની નોકરી પર હોવાથી તેઓ પરત આવી તપાસ કરતા દિકરી મળી આવી ન હતી. દરમિયાનમાં નાઇટ કોમ્બિંગ દરમિયાન પોલીસને સગીરા મળી આવી હતી અને સગીરાએ પોતાનું એડ્રેસ ન જણાવતા આખરે તેને નારી સરક્ષણ ગૃહ ખાતે પોલીસે મોકલી આપી હતી. દરમિયાનમાં પરિવાર પણ સગીરાને શોધતો શોધતો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે પોલીસની મદદથી સગીરા મળી આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).