Face Of Nation, 06-08-2021: સુરત શહેરમાં એક જ દિવસમાં બે હત્યાનો બનાવ બનતા સુરત શહેરની પોલીસના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. ગત રાત્રિ દરમિયાન ઉધના પોલીસ મથકની હદમાં બંટી ભેંસાણે નામના યુવકની જાહેર રોડ પર જ ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખવામાં આવી હતી. અન્ય હત્યાના બનાવની વાત કરીએ તો ખટોદરા વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિની 3 હત્યારાઓએ લાકડાના ફટકા મારી તેની હત્યા કરી દીધી હતી.
સુરતમાં દિવસે ને દિવસે હત્યા, ચોરી, લૂંટ, બળાત્કાર જેવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને પોલીસનો કોઈ ખૌફ નથી જ્યારે સુરતમાં એક જ દિવસમાં બે હત્યાના ગુના નોંધાયા છે. જેમાં ઉંધના ખરવર નગર પાસે બંટી ભેંસાણમાં કનું અને તેના સાગરીતોએ મળી યુવકની હત્યા કરી નાંખી. હત્યારા કનુએ બંટીની હત્યા એટલા માટે કરી કે તેણે તેના ભાઈ દિપકની હત્યા કરી હોઈ અને તે જેલમાંથી સજા કાપી બહાર આવ્યો હોઈ ગત રોજ આ મૃતક બંટી અને તેના મિત્રો ઉંધના નવસારી હાઇવે રોડ પર સિગરેટ પિતા હતા એ સમયે હત્યારો કનુ ત્યાં આવી પોહચ્યો હતો અને કેહવા લાગ્યો કે, તમે મારા ભાઈની હત્યા કરી છે અને અહીં બિન્દાસ ફરો છો. આવું કહી કનુ અને તેના સાગરીત મૃતક બંટી અને તેના મિત્ર પર ચપ્પુથી હુમલો કરી તૂટી પડ્યા હતા. જેમા બંને વચ્ચે ઝપાજપી થઈ હતી. જેમાં કનું અને બંટીના મિત્રોને પણ ચપ્પુ વાગતા ઇજાઓ પહોંચી હતી. તો ગંભીર રીતે ઘાયલ બંટીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે હત્યારા કનુને પણ ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં ઉંધના પોલીસે ઘટના સ્થળે પહોંચી ચાર જેટલા હત્યારા પર હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છૅ.
બીજી બાજુ ખટોદરા વિસ્તારમાં આવેલા મનહર ડાઈગ ઇન્ડસ્ટ્રી પાસે પણ એક અજાણ્યા યુવકને લાકડાના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે પહેલા તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો પરંતુ તપાસમાં મૃતકનું નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ માર્ટમ કરાતા તેની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં જ્યાં હત્યા થઈ હતી ત્યાં લાગેલા સીસીટીવી પોલીસે ચકાસતા ત્રણ જેટલા હત્યારા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેમાં એક હત્યારો હત્યા બાદ લાકડાનો ફટકો લઈ જઈ રહ્યો હોઈ તે સીસીટીવીમાં પણ કેદ થયો હતો.
પોલીસ સૂત્રો મુજબ આ ત્રણ આરોપીમાંથી પોલીસે બે આરોપીની અટકાયત કરી લીધી છે. આ ત્રણેય મિત્રો નશાની હાલતમાં હોઈ અને મૃતક સાથે કોઈ બાબતે રકજક થતા તેને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની સૂત્રો મુજબ જાણવા મળી રહ્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)



