Face Of Nation 04-1-2023 : ગુજરાતીઓ પણ ખરેખર હદ કરે છે. ટ્રાફિકના નિયમો તોડવાના જે આંકડા સામે આવ્યા એ ખરેખર ચોંકાવનારા છે. એક આરટીઆઈ રિપોર્ટમાં સામે આવ્યું છેકે, સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઇશ્યૂ કરવામાં આવ્યા છે. રાજ્યના 33 જિલ્લાની 36 જેટલી RTO અને ARTO કચેરી ધ્વારા રૂપિયા 92.21 કરોડનો ઇ-ચલણ મેમાં રાજ્યની જનતાને ફટકારવામાં આવ્યા છે. RTI- માહિતી અધિનિયમ 2005 હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં રાજ્યની વાહન વ્યવહાર કચેરી દ્વારા માહિતી આપવામાં આવી છે કે રાજ્યમાં સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમો ફાટ્યાછે. રાજ્યની વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં એક માહિતી અધિનિયમ 2005 હેઠળ એક RTI અરજી કરવામાં આવી હતી. જેમાં માહિતી માંગવામાં આવી હતી કે રાજ્યમાં વર્ષ 2019થી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન રાજ્યમાંથી કેટલા રૂપિયા દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યા. જેમાં આ મોટો ખુલાસો થયો છે. સરકારી ડેટા અનુસાર સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના દરમિયાન સૌથી વધુ દંડ અમદાવાદ શહેર જિલ્લામાં રૂ. 11,62,62,219 કરાયો છે, ત્યારબાદ સુરત શહેરમાં રૂ. 6,57,34,279 અને બનાસકાંઠા જિલ્લામાં રૂ. 5,27,74,833 કરોડનો દંડ કરાયો છે. સૌથી ઓછો ઇ મેમો રાજ્યના આહવા-ડાંગ ARTOમાં ખાલી રૂ. 21,34,096નો જ કરવામાં આવ્યો છે.
માર્ચ 2022માં સૌથી વધુ ઇ મેમો ઇશ્યૂ કરાયા
રાજ્યમાં, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોથી ઇશ્યૂ કરવામાં આવેલ ઇ મેમો -દંડ રૂ. 92.21 કરોડનો છે જ્યારે માત્ર અમદાવાદના બે RTO – અમદાવાદ અને અમદાવાદ પૂર્વ તથા બાવળા ARTO કચેરી દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ દંડ રૂ. 11. 62 કરોડ છે. રાજ્યમાં માર્ચ 2022માં સૌથી વધુ ઇ મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા હતા જે રૂ. 11,19,77495 ના હતા અને નવેમ્બર 2021માં સૌથી ઓછા ઇ-મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા હતા જે રૂ. 5,76,24,818 રૂપિયાના હતા. તો બીજીતરફ રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે આપણે ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર અટકાવવામાં આવે છે. જો આપણે નિયમોનું પાલન કરીએ છીએ અને ખોટા નથી તો આપણે ડરવાની જરૂર નથી. પરંતુ કમનસીબે ભારતમાં પોલીસની ગેરવર્તણૂકના ઘણા કેસો આપણે સાંભળતા રહીએ છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).