Home Uncategorized સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પાસે મુલાયમ-અખિલેશ વિરુદ્ધ તપાસનો રિપોર્ટ માંગ્યો

સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પાસે મુલાયમ-અખિલેશ વિરુદ્ધ તપાસનો રિપોર્ટ માંગ્યો

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ અને તેમના દીકરા અખિલેશ યાદવ વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિના 12 વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને નોટિસ જાહેર કરી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે સીબીઆઈ પાસે કેસની તપાસનો રિપોર્ટ માંગ્યો છે. અરજી કરનારનું કહેવું છે કે, છ વર્ષ પહેલાં તપાસ પૂરી થઈ ગઈ હોવા છતા સીબીઆઈએ રિપોર્ટ સોંપ્યો નથી. આગામી સુનાવણી બે સપ્તાહ પછી થવાની છે.

મુલાયમના વકીલની દલીલ નકારી દેવાઈ
1.ચીફ જસ્ટિસે કહ્યું કે, 2007માં સીબીઆઈએ સ્ટેટ્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પહેલી નજરે કેસ બને છે. તેથી નિયમીત કેસ દાખલ કરીને તપાસ થવી જોઈએ. હવે કોર્ટ જાણવા માગે છે કે, આ કેસમાં શું થયું છે. બીજી બાજુ મુલાયમના વકીલે ચૂંટણીના આ સમયે આવી અરજીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, આવતીકાલે ન્યૂઝ પેપરમમાં આ જ ન્યૂઝ હશે. આ દલીલ સામે કોર્ટે કહ્યું છે કે, સમયથી કોઈ ફેર નથી પડતો. આ કેસમાં આગળ શું થયું તે વિશે અમે જાણવા માગીએ છીએ.
2.રાજકીય કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદીએ 2005માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમાં સીબીઆઈને મુલાયમ, અખિલેશ, તેમની પત્ની ડિમ્પલ અને પ્રતીક યાદવ સામે કેસ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસ ભ્રષ્ટાચાર રોકવાના અધિનિયમ અંર્તગત ચલાવવાનો હતો.(DB Studio)