Home News મુંબઈમાં આંતકવાદી હુમલાનું ષડયંત્ર; પોલીસને પાકિસ્તાનના નંબરથી આવ્યો વ્હોટ્સઅપ, લખ્યું- લોકેશન ટ્રેસ...

મુંબઈમાં આંતકવાદી હુમલાનું ષડયંત્ર; પોલીસને પાકિસ્તાનના નંબરથી આવ્યો વ્હોટ્સઅપ, લખ્યું- લોકેશન ટ્રેસ કરશો તો બ્લાસ્ટ થશે ભારતમાં!

Face Of Nation, 20-08-2022 : મુંબઈમાં 26/11 જેવો હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. પોલીસને પાકિસ્તાનના એક નંબર પરથી શુક્રવારે રાતે વ્હોટ્સઅપ મેસેજ મળ્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે જો લોકેશનને ટ્રેસ કરવામાં આવ્યું તો એ ભારત બહારનું હશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે. ધમકીમાં કહેવામાં આવ્યું છે કે 6 લોકો ભારતમાં આ કામને પાર પાડશે. જે નંબરથી આ મેસેજ કરવામાં આવ્યો છે એ પાકિસ્તાનનો છે. મેસેજમાં ઉદયપુરકાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકીભર્યા મેસેજ મળ્યા પછી મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
મહારાષ્ટ્રના રાયગડમાં સમુદ્રમાં શંકાસ્પદ બોટ મળી
એક દિવસ પહેલાં મહારાષ્ટ્રના રાયગડમાં સમુદ્રમાં એક શંકાસ્પદ બોટ મળી હતી, જેમાંથી ત્રણ AK-47 અને કેટલીક બુલેટ્સ જપ્ત કરવામાં આવી હતી. શરૂઆતની તપાસમાં ભારતમાં આતંકી હુમલો થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારીએ કોઈપણ પ્રકારની આતંકી પ્રવૃત્તિથી ઈનકાર કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે હાલ આતંકી ષડયંત્ર જેવી કોઈ બાબત બહાર આવી નથી. જોકે સુરક્ષાના હેતુથી NIA અને ATSની ટીમ મામલાની તપાસ કરી રહી છે. શુક્રવારે પોલીસે જણાવ્યું હતું કે જે બોક્સમાં હથિયારો રાખવામાં આવ્યાં હતા એની પર અંગ્રેજીમાં નેપ્ચ્યૂન મેરીટાઈમ સિક્યોરિટી લખેલું છે. આ કંપની બ્રિટનની છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).