Home Uncategorized જો ભારતે પાકિસ્તાનને મજબૂત પાઠ ભણાવ્યો છે તો વડાપ્રધાન મોદી કેમ શાંત...

જો ભારતે પાકિસ્તાનને મજબૂત પાઠ ભણાવ્યો છે તો વડાપ્રધાન મોદી કેમ શાંત છે ?, રાષ્ટ્રને સંબોધન ક્યારે ?

Face Of Nation 11-05-2025 : ભારતીય મીડિયા હાલ એવું ચિત્ર ઉભું કરી રહ્યું છે કે, મોદીએ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું છે. જો આ હકીકત સત્ય હોય તો મીડિયા સામે હજુ સુધી મોદીનું નિવેદન ન આવ્યું હોય તેવું બને જ નહીં. પરંતુ સત્ય હકીકત તો કંઈક જુદી જ છે. અમેરિકાના મધ્યસ્થી થયા બાદ તુરંત જ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ રોકી દેવામાં આવે છે અને પાકિસ્તાનમાં ભારતને મજબૂત જવાબ આપવા બદલ ઉજવણી શરૂ થાય છે, પાકિસ્તાનના વડાપ્રધાન દેશને સંબોધન પણ કરે છે તેમ છતાં હજુ સુધી ભારતના વડાપ્રધાનનું કોઈ નિવેદન આવતું નથી. કોઈ પણ મુદ્દે બોલવા આતુર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે કેમ ચુપકીદી સેવી રહ્યા છે અને જો ભારતે પાકિસ્તાનને મજબૂત પાઠ ભણાવ્યો છે તો કેમ તેઓ રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા નથી તે એક સવાલ છે. હાલ સમગ્ર ભારત દેશની સાથે વિશ્વમાં વસનારા ભારતીય લોકો મોદીના નિવેદનની રાહ જોઈ રહ્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધતા જણાવ્યું કે, પાકિસ્તાને ભારતીય આક્રમણનો જવાબ તે જે ભાષામાં સમજે છે તેમાં બળથી આપવાનો ઇરાદાપૂર્વક નિર્ણય લીધો છે. કલાકોમાં જ, આપણા સશસ્ત્ર દળોએ દુશ્મનની બંદૂકોને એવી રીતે શાંત કરી દીધી કે ઇતિહાસ યાદ રાખશે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય વાયુસેનાના ખંડેરમાં ફેરવાઈ જવાનો દેખાવ પાકિસ્તાનના દૃઢ બદલાનું સીધું પરિણામ હતું. દુશ્મનના નાપાક ઇરાદાઓ પર આપણા બહાદુર સૈનિકોનું લોહી ઉકળી ઉઠે છે.

ભારતના વડાપ્રધાન મોદીના મીમ પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ વાયરલ થઇ રહ્યા છે.

પાકિસ્તાનના પીએમ રાષ્ટ્રને સંબોધન કરી તેમની સેનાની કામગીરીની વાહવાહી કરી રહ્યા છે પરંતુ હજુ સુધી નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવ્યું નથી. મોદીએ હજુ સુધી રાષ્ટ્રને સંબોધન પણ કર્યું નથી. જો ભારતે આક્રમકતા સાથે પાકિસ્તાનને જવાબ આપ્યો છે તો કેમ હજુ સુધી ભારતના વડાપ્રધાન અને ભારતીય મીડિયાના વિશ્વગુરુ ચુપકીદી સેવી રહ્યા છે તે સમજાતું નથી. અમેરિકાના આદેશ બાદ યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવતા ભારતના વડાપ્રધાન મોદીના મીમ પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ વાયરલ થઇ રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).