Face Of Nation 15-06-2025 : પાંચથી દસ લાખની ગાડીમાં જો ટાયરમાં હવા ન હોય તો પણ ગાડીની અંદર સેન્સર દ્વારા માહિતી મળી જાય છે. જો કે અહીં વાત કરોડો રૂપિયાના વિમાનની છે. જે ઉડાન ભરે એની સાથે જ કંટ્રોલ ગુમાવી દે છે અને તૂટી પડે છે તેની સાથે જ ભયાનક ધડાકા સાથે આગ ફાટી નીકળે છે અને અનેક લોકો મૃત્યુ પામે છે અહીં સવાલ એ થાય છે કે, જો વિમાનમાં કોઈ ટેક્નિકલ ખરાબી હતી તો શું વિમાન ઉડે તે પહેલાં કોઈ નોટિફિકેશન નહીં મળ્યા હોય ? વિમાન ઉડે તે પહેલા કોઈ ચકાસણી કરવામાં નહીં આવી હોય ? જો કે હજુ સુધી આ મામલે કોની જવાબદારી છે તે જાહેર કરવા કોઈ જવાબદાર સત્તાધિકારી કે સત્તા આગળ આવી નથી. તમામ નેતાઓ ઘટના સ્થળની મુલાકાત લઈને નીકળી ગયા છે પરંતુ આટલી મોટી ઘટના બદલ બેદરકારી કોની છે તે બોલવા કોઈ તૈયાર નથી કેમ કે સત્તામાં ભાજપ છે. જો કોંગ્રેસ સત્તામાં હોત તો આજે ભાજપે કેટલાય પ્રશ્નો અને આરોપોનો મારો ચલાવ્યો હોત પણ ખુદ આજે ભાજપ સત્તામાં છે એટલે મોદી સહિત તમામ નેતાઓ અને પદાધિકારીઓ ચૂપ છે. હજુ સુધી આટલી મોટી ઘટના મામલે કોની બેદરકારી છે તે જાહેર કરી શકાયું નથી.
અમેરિકન એરલાઇન્સના ભૂતપૂર્વ પાઇલટે એવો દાવો કર્યો છે કે, અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં કો પાઇલટની ભૂલ હોઈ શકે છે. જો કે હજુ સુધી ભારતના કોઈ પાઇલટ કે જવાબદાર અધિકારી કે નેતાઓએ એવા કોઈ દાવા કર્યા નથી કે, જે પ્લેન ક્રેશ સાથે જોડાયેલા હોય. ભાજપ સત્તામાં છે એટલે કોઈની તાકાત નથી કે સત્તાની મંજૂરી વિના કશું બોલી શકે પણ પ્રજાને સવાલ થવો જરૂરી છે કે, સત્તા ક્યારે એ વાત જાહેર કરશે કે, 250થી વધુ લોકો મૃત્યુ પામ્યા તેની પાછળ જવાબદાર કોણ ? જો અત્યારે કોંગ્રેસ સત્તામાં હોત અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હોત તો પ્રજા સમજી શકે છે કે, મોદીએ કોંગ્રેસ વિરુદ્ધ અનેક નિવેદનો અને આક્ષેપોનો મારો ચલાવી હોબાળો મચાવી દીધો હોત. મીડિયાએ પણ કેન્દ્રની સરકારને ટાર્ગેટ કરીને અનેક સવાલો ઉભા કરી દીધા હોત પણ હજુ સુધી આટલી મોટી ઘટના બદલ કોઈએ એક સવાલ શુધ્ધા તંત્ર સામે કર્યો નથી.
ઘટના બાદ તુરંત બચાવકામગીરી વાયુવેગે કરવા અને બચાવકામગીરીમાં કોઈ અડચણ ન ઉભી થાય તેનું ધ્યાન રાખવાને બદલે ભાજપના નેતાઓ ઘટના સ્થળની મુલાકાત લેવા ઉતાવળા બન્યા હતા. પરિણામે પોલીસ સહિતના તંત્રના અધિકારીઓને માટે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વડાપ્રધાનની મુલાકાતની સુરક્ષાની જવાબદારી મહત્વની બની બેઠી હતી. શું મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને વડાપ્રધાન તેમની મુલાકાતો અઠવાડિયા બાદ નહોતા લઇ શકતા ? તે મહત્વનો પ્રશ્ન છે. જો કે ભારત દેશની એ નબળાઈ છે કે, નેતાઓ ઘટના બાદ તુરંત ઘટના સ્થળની મુલાકાત લેવા આતુર બને છે અને બચાવકામગીરીમાં અવરોધ બની જાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).
એર ઇન્ડિયાના કો-પાઇલટની ભૂલને કારણે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હોવાની શંકા
ઊંઝાના ચાર ટ્રાન્પોર્ટરો વિરુદ્ધ પ્રબોધ શર્માએ અરજી કરી !, ટ્રક રોકવી તોડ કરવાનું સુનિયોજિત કાવતરું
![Untitled-design-2025-06-13T100040.363-2025-06-ce019673874986cb59d03d9e6faa1922[1]](https://www.faceofnation.news/wp-content/uploads/2025/06/Untitled-design-2025-06-13T100040.363-2025-06-ce019673874986cb59d03d9e6faa19221-640x360.jpg)


