Home News નમાલી ભાજપ સરકાર : બોટકાંડમાં દીકરી ગુમાવી, CM પાસે ન્યાય માંગ્યો તો...

નમાલી ભાજપ સરકાર : બોટકાંડમાં દીકરી ગુમાવી, CM પાસે ન્યાય માંગ્યો તો સત્તાધિશોએ ઘર ખાલી કરવાની નોટિસ આપી !

Face Of Nation 16-05-2025 : ગઈ તારીખ 2જી મેના રોજ વડોદરામાં મુખ્યમંત્રી પાસે બોટકાંડમાં દીકરી ગુમાવનાર માતાને ન્યાય માંગ્યાંના પાંચ દિવસ બાદ 7મી મેના રોજ ઘર ખાલી કરવાની નોટિસ મળી છે. નમાલી ભાજપ સરકાર એટલી હદે બેફામ બનતી જઈ રહી છે કે, સત્તા કે સત્તાધીશોને સવાલ કરનારાઓ સામે દમન ગુજારવામાં આવી રહ્યું છે. તે ચાહે આમ પ્રજા હોય કે પત્રકારો હોય. જો કોઈ સત્તાને સવાલ કરવાની કે તેમની સાથે થયેલા અન્યાયનો ન્યાય માંગવાની હિંમત કરે તો તુરંત સરકાર અને તેમની જી હજુરી કરનારા સરકારી અધિકારીઓ ખોટા કેસો કરીને તેમનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરવામાં લાગી જાય છે.
ગત 2 મેના રોજ મુખ્યમંત્રીએ વડોદરાના આજવા રોડ પરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં રૂ.1156 કરોડના વિકાસનાં કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વચ્ચે ઊભા થઈને બોટકાંડમાં દીકરી ગુમાવનારી માતા સરલા શિંદે અને દીકરો ગુમાવનાર સંધ્યા નિઝામાએ મુખ્યમંત્રી સમક્ષ ન્યાય અંગે રજૂઆત કરતાં મામલો ગરમાયો હતો. જેથી પોલીસે અવાજ દબાવવા માટે મોઢા પર હાથ મૂકી કાર્યક્રમ બહાર કાઢી મૂક્યાં હતાં. તો બીજી તરફ મુખ્યમંત્રીએ પણ કહ્યું- કે તમે પ્રી-પ્લાન અને ખાસ એજન્ડા સાથે આવ્યાં છો. આ બે મહિલામાંથી સરલા શિંદેએ દીકરી રોશની ગુમાવી અને હવે છત ગુમાવવાનો વારો આવ્યો છે.
અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ ઊભી થયેલી ગેરકાયદે વસાહતોના સફાયા બાદ હવે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજા-રાણી તળાવ અને અજબ તળાવ આસપાસ ગેરકાયદે બાંધકામો તોડવાની તૈયારી થઈ ગઈ છે. આ ગેરકાયદે વસાહતમાં રહેતા 200 જેટલા લોકોને 7 મેના રોજ દબાણની નોટિસ આપી છે. તેમાં હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનારા સરલા શિંદેનો પણ સમાવેશ થાય છે. તેમને 17 મેના રોજ બપોરના 3 વાગ્યા સુધીમાં મકાનના પૂરાવા રજૂ કરવાની મુદ્દત આપી છે. આમ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં થયેલા વિવાદના 5 દિવસમાં જ નોટિસ ફટકારવામાં આવી છે. આ પહેલા ડિસેમ્બર, 2024માં પણ નોટિસ આપી છે.
આ અંગે સરલા શિંદેએ જણાવ્યું હતું કે, મારે એટલું જ કહેવાનું છે કે આ વસાહત છેલ્લા ચાલીસ પિસ્તાળીસ વર્ષથી છે. શું 45 વર્ષથી સરકારને ખબર ન હતી કે અહીં વસાહત છે?. મુખ્યમંત્રીની રજૂઆત કર્યા બાદ કેમ ઊંઘ ખુલી ગઈ છે. અને બધાને ઘરે ઘરે જઈ કેમ નોટિસ આપવા માટે ફરી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલા તો અમને એવું લાગતું હતું કે સરકાર મુંગી અને બહેરી છે, પરંતુ હવે તો તેવું લાગી રહ્યું છે સરકારને હૃદય પણ નથી. દોઢ વર્ષથી મારી મેં દીકરી ગુમાવી છે અને ન્યાય નથી આપતી અને અમારી હવે છત પણ છીનવી રહ્યા છે. તો આ તો કયો કાયદો છે. એમને પ્રજા માટે કશું નથી. તેઓએ વિચાર કરવો જોઈએ કે એક મા-બાપ પોતાની દીકરી ગુમાવીને આવી રીતે રહ્યા છે અને હવે છત પણ છીનવી રહ્યા છો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).