Home News અમેરિકાએ વિઝીટર વિઝા સહીત અન્ય વિઝાની ફીમાં કર્યો જંગી વધારો

અમેરિકાએ વિઝીટર વિઝા સહીત અન્ય વિઝાની ફીમાં કર્યો જંગી વધારો

Face Of Nation 17-07-2025 : અમેરિકાએ “વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ” હેઠળ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે $250 “વિઝા ઇન્ટિગ્રિટી ફી” નક્કી કરી છે, જેને HR-1 તરીકે પણ ઓળખવામાં આવે છે. નાણાકીય વર્ષ 2026થી અમલમાં આવતી આ ફી મોટાભાગની નોન-ઇમિગ્રન્ટ શ્રેણીઓને લાગુ પડે છે. જેમાં પર્યટન અને વ્યવસાય માટે B-1/B-2, વિદ્યાર્થીઓ માટે F અને M, કામદારો માટે H-1B અને એક્સચેન્જ મુલાકાતીઓ માટે Jનો સમાવેશ થાય છે.
ભારતીય નાગરિકો માટે B-1/B-2 વિઝાનો ખર્ચ હાલમાં લગભગ $185 (15,000) છે, પરંતુ $250 ઇન્ટિગ્રિટી ફી, $24 I-94 ફી અને $13 ESTA ફી સાથે, કુલ ખર્ચ વધીને $472 (40,500) થઈ શકે છે. નવા સરચાર્જને કારણે ભારતીય નાગરિકો માટે B-1/B-2 વિઝાનો કુલ ખર્ચ વર્તમાન રકમ કરતાં લગભગ અઢી ગણો થવાનો અંદાજ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation નિયમિત ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવા ક્લિક કરો : https://chat.whatsapp.com/IExd72W3WVJDj626cS7w5W?mode=r_t ).

કાંતિ અમૃતિયા પાસે ગોપાલ ઈટાલીયા માટે 2 કરોડ છે પણ પ્રજાના વિકાસ કાર્યો માટે નથી ?