Home Uncategorized LPG ગેસ ભરીને ભારત આવી રહેલા બે જહાજો “નંદા દેવી” અને “પાઈન...

LPG ગેસ ભરીને ભારત આવી રહેલા બે જહાજો “નંદા દેવી” અને “પાઈન ગેસ” હુર્મુઝ સ્ટ્રેટ પહેલા અટક્યા !

Face Of Nation 14-03-2026 : અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે સ્ટ્રેટ ઓફ હુર્મુઝ બંધ કરી દેવામાં આવ્યું છે. મોટાભાગના ટેન્કરો અને જહાજો સ્ટ્રેટ ઓફ હુર્મુઝથી પસાર થાય છે. યુદ્ધના માહોલ વચ્ચે ઈરાને અહીંથી એક પણ જહાજને પસાર થવાની મંજૂરી આપી નથી તેવામાં હાલમાં ખાડી દેશોમાંથી એલપીજી ગેસ ભરીને ભારત આવી રહેલી નંદા દેવી નામનું જહાજ સ્ટ્રેટ ઓફ હુર્મુઝના કેશમ ટાપુ ઉપર અટકાવી રાખવામાં આવ્યું છે જયારે પાઈન ગેસ નામનું જહાજ સ્ટ્રેટ ઓફ હુર્મુઝના મધ દરિયે અટકાવી રાખવામાં આવ્યું છે. આ માહિતી જહાજના લાઈવ ટ્રેકિંગ ઉપરથી મેળવવામાં આવી છે. એક તરફ દેશમાં ગેસની અછત છે અને જે જહાજો એકાદ બે દિવસમાં ગેસનો પુરવઠો લઈને ભારત પહોંચી જવાના હતા તે જહાજો હજુ સ્ટ્રેટ ઓફ હુર્મુઝમાં અટક્યા હોવાથી ગેસ પુરવઠાની અછતમાં વધારો થશે તેવું દેખાઈ રહ્યું છે.
મીડિયામાં ચાલી રહેલા જુદા જુદા અહેવાલોને પગલે ફેસ ઓફ નેશને સચ્ચાઈ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ફેસ ઓફ નેશને ગેસ ભરીને ભારત આવી રહેલા બે જહાજોની ઓનલાઇન ટ્રેકીંગ દ્વારા માહિતી મેળવતા ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ બે જહાજો હજુ સુધી સ્ટ્રેટ ઓફ હુર્મુઝ પાસ કરી શક્યા નથી. તારીખ 14/03/2026ને શનિવારે મળેલી અપડેટ પ્રમાણે બંને જહાજ પૈકી એક જહાજ મધ દરિયે છે અને બીજું એક જહાજ સ્ટ્રેટ ઓફ હુર્મુઝના એક ટાપુ ઉપર અટકાવી રાખવામાં આવ્યું છે.
ભારતના અધિકારીઓએ અને મીડિયાએ એવો દાવો કર્યો છે કે, ખાડી દેશોમાંથી LPG લઈને આવી રહેલા ભારતના બે જહાજો હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી ગયા છે. આ જહાજો હવે ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદર તરફ આગળ વધી રહ્યા છે. આ બંને જહાજો કુલ 92,700 ટન LPG લઈને ભારત આવી રહ્યા છે. જો કે ઓનલાઇન ટ્રેકિંગ કરતા આ માહિતી તદ્દન ખોટી હોય તેવું જાણવા મળ્યું છે. ઓનલાઇન મેરિન ટ્રાફિકની સાઈટ (www.marinetraffic.com) ઉપર જહાજોનું ટ્રેકિંગ કે જે થોડી થોડી વારે અપડેટ થાય છે અને લાઈવ દેખાડવામાં આવે છે તે મુજબ, હજુ સુધી ભારતના બે જહાજોએ સ્ટ્રેટ ઓફ હુર્મુઝ પાર કર્યું નથી. તેવામાં સચ્ચાઈ શું છે તેને લઈને પ્રશ્ન ઉભો થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

કાલુપુર સ્વામિ. મંદિરના વધુ એક સાધુનું સંસારમાં પ્રયાણ, વિડીયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો !

અછત કે અવ્યવસ્થા ? : દારૂના બાટલા જોઈએ એટલા મળે છે અને ગેસના બાટલાની અછત છે !

“સંપ્રદાય”ની આડમાં “ધિરાણ” : સ્વા. કાલુપુર મંદિરના મહંત પી.પીનો “નાણાં ધિરાણ”નો ચોપડો !