• Home
  • News
  • Politics
  • Exclusive
  • Crime
  • Sports
  • Religion
  • Special
  • World
Search
Saturday, March 7, 2026
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
Face of Nation
  • Home
  • News
  • Politics
  • Exclusive
  • Crime
  • Sports
  • Religion
  • Special
  • World
Home News ટ્વિટરે રાહુલ ગાંધીનું Twitter એકાઉન્ટ ફરી રિસ્ટોર કર્યું, એક સપ્તાહ પહેલા કર્યું...
  • News

ટ્વિટરે રાહુલ ગાંધીનું Twitter એકાઉન્ટ ફરી રિસ્ટોર કર્યું, એક સપ્તાહ પહેલા કર્યું હતું લોક

Facebook
Twitter
Pinterest
WhatsApp
Telegram

    Face Of Nation, 14-08-2021:  ટ્વિટરે (Twitter) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું એકાઉન્ટ ફરી પૂર્વવત કર્યું છે. રાહુલ ગાંધીએ દિલ્હીની નવ વર્ષની દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર પોસ્ટ કર્યા બાદ ટ્વિટ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દીધું હતું. ત્યારબાદ તેને લોક મારી દેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, અન્ય કોંગ્રેસી નેતાઓ કે જેમના ટ્વિટર હેન્ડલ આ તસવીર શેર કરવા માટે બંધ હતા તેમને પણ પૂર્વવત કરવામાં આવ્યા છે.

    કોંગ્રેસના એક પદાધિકારીએ કહ્યું કે રાહુલ ગાંધી સાથે પાર્ટીના કેટલાક અન્ય નેતાઓએ પણ આ તસવીર શેર કરી હતી. ટ્વિટર દ્વારા આ નેતાઓના ટ્વિટર હેન્ડલ્સને પણ લોક કરી દેવામાં આવ્યા હતા. બધા હેન્ડલ હવે અનલોક થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય નેતાઓના હેન્ડલ્સને લોક માર્યા બાદ કોંગ્રેસે પણ ટ્વિટર પર હુમલો કર્યો હતો. કોંગ્રેસે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ અને પછી લોક કરવાની માહિતી આપી હતી નોંધનીય છે કે, રાહુલ ગાંધી કેસમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ ફેસબુક ઈન્ડિયાના વડા સત્ય યાદવને સમન્સ પાઠવ્યું છે. NCPCRએ સત્ય યાદવને 17 ઓગસ્ટના રોજ હાજર થવા કહ્યું છે. એનસીપીસીઆરએ ફેસબુકને નોટિસ મોકલીને રાહુલ ગાંધીના ઇન્સ્ટાગ્રામ પર બળાત્કાર પીડિતાના સગાની ઓળખ દર્શાવતી પોસ્ટને દૂર કરવા કહ્યું હતું. પરંતુ કમિશનના જણાવ્યા મુજબ ફેસબુકે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી છે કે નહીં તે અંગે કમિશનને કોઈ માહિતી આપી નથી.

    રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ લોક થાય તે પહેલા જ હંગામો થયો છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે ટ્વિટર પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. NCPCRની ફરિયાદ બાદ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી

    • TAGS
    • Rahul Gandhi
    • restore account
    • twitter
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleદેશમાં ફરી કોરોનાના નવા 40 હજાર કેસ, અને આટલા સંક્રમિતોના મોત નોંધાયા
      Next articleનેઝલ વેક્સિનના બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મળી મંજૂરી
      Face Of Nation

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      News

      “સંપ્રદાય”ની આડમાં “ધિરાણ” : સ્વા. કાલુપુર મંદિરના મહંત પી.પીનો “નાણાં ધિરાણ”નો ચોપડો !

      News

      અવસરમાં RSSના વડાએ કહ્યું, “ધર્મનું કામ છે જોડવું, તોડવું નહિ”, જેતલપુરના મોટા પી.પી ચિંતામાં !

      News

      પાખંડનું સામ્રાજ્ય ? : સેક્સકાંડના આરોપી મહંત, આચાર્યની ઉશ્કેરણી, પુરુષો પગમાં અને મહિલાઓ સાધુ સાથે સંસારમાં !

      સર્વે – 03-મે -2020

      Face Of Nation
      • About Us
      • Contact Us
      • Privacy Policy
      • Disclaimer
      © 2019, Face of Nation.
      Edit with Live CSS
      Save
      Write CSS OR LESS and hit save. CTRL + SPACE for auto-complete.